મુંબઈના અલીબાગ પાસે દરિયામાં બોટ ભડકે બળી

મુંબઈ: આજે શુક્રવારે વહેલી સવારે મુંબઈના અલીબાગ નજીક દરિયામાં એક બોટમાં આગ (Fire in Boat near Alibaugh) ફાટી નીકળી હતી. દરિયાની વચ્ચે તરી રેહેલી બોટમાંથી આગની જ્વાળાઓ નીકળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન નેવી તુરંત રેસ્ક્યુ માટે પહોંચી હતી. બોટ પરના તમામ 18 માછીમારોનો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં. સળગી રહેલી બોટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: અલીબાગના માંડવા નજીક યૉટ પર લાગેલી આગમાં ૨ લોકો જખમી
અહેવાલ મુજબ અલીબાગના અક્ષી કિનારાથી લગભગ 6-7 નોટિકલ માઇલ દૂર બોટમાં વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગને કારણે બોટ 80 ટકા સુધી બળી ગઈ, બોટમાં રાખવમાં આવેલો સમાન પણ બળી ગયો. સદનસીબે, બોટમાં સવાર તમામ માછીમારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ બોટ સાખર ગામના રાકેશ મારુતિ ગણની માલિકીની છે. હાલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક જાણકરી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે.
આ પણ વાંચો: ગેટ વેથી એલિફન્ટાની બોટિંગ રાઈડના રૂ. એક હજાર? જાણો મામલો શું છે
અધિકારીએ જણાવ્યું હતું કે આજ સવારે એલર્ટ મળ્યું હતું, જેના પગલે ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વીડિયોમાં જોવા મળે છે કે દરિયાની વચ્ચે તરતી એક બોટમાં ભયંકર આગ લાગી છે. હોડી બળી રહી છે અને ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે બોટમાં લાગેલી આગ કેટલી ભયાનક હતી. સદભાગ્યે બોટ બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.