અટલ સેતુ પર ડમ્પર સાથે બીએમડબ્લ્યુ કાર ભટકાઇ: યુવકનું મોત…

મુંબઈ: અટલ સેતુ પર ડમ્પર સાથે બીએમડબ્લ્યુ કાર ટકરાતાં કાર હંકારી રહેલા 28 વર્ષના યુવકનું મોત થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. શિવડી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિજની શરૂઆતથી આઠ કિલોમીટર દૂર ગુરુવારે મોડી રાતે 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો.
મુંબઈથી પુરપાટ વેગે બીએમડબ્લ્યુ કાર પનવેલ તરફ જઇ રહી હતી ત્યારે તે અટલ સેતુ પર ડમ્પર સાથે અથડાઇ હતી. કાર હંકારી રહેલા ચેમ્બુરના રહેવાસી પુનિત સિંહ માજરાનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પર પણ અટલ સેતુની રેલિંગ સાથે ટકરાયું હતું, જેમાં તેના ડ્રાઇવરને પણ ઇજા પહોંચી હતી. ઘાયલ ડમ્પરચાલકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા બાદ પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી હતી.
(પીટીઆઇ)
આપણ વાંચો : સ્પીડમાં દોડતી કાર સાથે યુવાનોના સ્ટન્ટનો વીડિયો વાયરલ: ત્રણ પકડાયા