આમચી મુંબઈ

BMCના આ સાહેબોની ચૂંટણી હજુ પૂરી થઈ નથી, ફરજ પર પાછા ન ફરતા પાલિકાએ દંડો ઉગામ્યો

મુંબઇઃ દેશમાં કોઈપણ ચૂંટણી માટે આયોજન કરવાનું હોય ત્યારે ઘણા બધા સરકારી કર્મચારીઓને ચૂંટણીને લગતા કામમાં જોડાવું પડે છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાને ચૂંટણી માટે મુંબઈ મહાનગરપાલિકાના લગભગ ૬૦ હજાર કર્મચારીઓ તેના આયોજન અને તેને લગતા કામમાં જોડાયા હતા. ચૂંટણી પૂરી થઇ ગયાને લગભગ બે મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ આ માંના કેટલાક કર્મચારીઓ હજી ફરજ પર હાજર થયા નથી. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મુંબઈમાં નગરપાલિકાના લગભગ 60,000 કર્મચારીઓ ચૂંટણી કાર્યમાં ફરજ પર જોડાયા હતા. આમાંના ઘણા કર્મચારીઓ મહાનગર પાલિકામાં કામમાં પરત ફર્યા હોવા છતાં પણ હજી પણ કેટલાક કર્મચારીઓ છે જેઓ કામ પરત ફર્યા નથી. લગભગ 586 કર્મચારીઓ હજી સુધી ફરજ પર હાજર થયા નથી. ચૂંટણીના વિશેષ કાર્યઅધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે એમાંથી 47 લોકોનો પગાર રોકી દેવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણીના વિવિધ કામો માટે પાલિકાના હજારો કર્મચારીઓને નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણીની જાહેરાત થયા બાદ તેઓ તાલીમ, પ્રચાર, મતદાન અને મતગણતરી જેવા કાર્યોમાં વ્યસ્ત હતા. અને ચૂંટણી પછી તેઓ તેમના મૂળ ફરજ પર પાછા ફરે તેવી અપેક્ષા હતી. મ્યુન્સિપલ કમિશનર અને ચૂંટણી અધિકારીની બેવડી જવાબદારી ધરાવતા ભૂષણ ગગરાણી દ્વારા તેમને ફરજ પર ચઢી જવા આદેશ આપવામાં આવ્યો હતો. કમિશનરના આદેશને કારણે ઘણા કર્મચારીઓ કામ પર પરત ફર્યા હતા, પરંતુ હજુ પણ ઘણા કર્મચારીઓ પરત આવ્યા નથી જેના કારણે મહાનગરપાલિકાની કામગીરીને અસર થઈ રહી છે. બાકીના કર્મચારીઓ પણ તાત્કાલિક ફરજ પરત ફરે તે માટે તેમને આદેશ આપવામાં આવ્યા છે.

Also read: પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો પાસેથી 3,095 પ્રોપર્ટી જપ્ત કરાઈ

ચૂંટણી કચેરીમાં છેલ્લા ઘણા સમયથી મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમને વારંવાર વિનંતીઓ કરવામાં આવી છે છતાં પણ ચૂંટણી પંચ તેમને પાછા મોકલતું નથી. ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ચુંટણી)ના વિજય બાલમવારે જણાવ્યું હતું કે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને ચૂંટણીના અધિકારી પદની જવાબદારી સોંપવામાં આવી તે પહેલા જિલ્લા કલેકટરની માંગણી મુજબ આ કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા તેથી હવે તેઓએ જ આ મામલે કાર્યવાહી કરવી પડશે. અમે તાજેતરમાં જિલ્લા કલેકટરને પત્ર લખીને 91 કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવા જણાવ્યું હતું તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા 47 કર્મચારીઓનો પગાર અટકાવવાની કાર્યવાહી કરવી પડી હતી.

આ બાબતે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ બાબત રાજ્ય સ્તરે અમારી પાસે આવતી નથી તે જિલ્લા ચૂંટણી અધિકારીઓના સ્તરે જ ઉકેલાય છે. એ બાબત જિલ્લા સ્તરે આવે છે. કોઈ કર્મચારીને અમે ડેપ્યુટીશન પર રાખ્યો નથી કામ પૂરું થયા બાદ તેમને પરત મોકલવામાં આવે છે. તેથી કર્મચારીઓને પરત મોકલવાનો મુદ્દો અમારા સ્તરે આવતો નથી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button