સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નીકળનારા કાદવ પર પ્રકિયા કરીને તેના વેચાણથી બીએમસી કમાશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નીકળનારા કાદવ પર પ્રકિયા કરીને તેના વેચાણથી બીએમસી કમાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર સીવેજ (કાદવ) પર પ્રક્રિયા કરવાનો છે. ટ્રીટમેન્ટ પ્રક્રિયાના ભાગરૂપે દરરોજ ૬૦૦ મેટ્રિક ટન સીવેજ નીકળશે, જેના પર આગળ વધુ પ્રક્રિયા કરવામાં આવશે. આ સીવેજનું રૂપાંતર રી-પ્રોડેક્ટ (ઉપ-ઉત્પાદન)માં કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવાની છે. આ સલાહકાર યોગ્ય ટેકનોલોજી અને વ્યૂહરચનાની ભલામણ કરશે જેનાથી પાલિકા ઓછા ખર્ચે આવક રળી શકશે.

મુંબઈની પ્રતિદિનની પાણીની માગણી ૪,૪૬૩ મિલ્યન લિટરની છે, જયારે પાલિકા માત્ર ૩,૯૫૦ મિલ્યન લિટર પાણી પૂરૂુું પાડે છે, જેના પરિણાણે ૫૦૦ એમએલડીની અછત સર્જાય છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં પૂરતો પાણીનો સ્ટોક હોવા છતાં પ્રતિદિન ૩૪ ટકા પાણીનું નુકસાન ગળતર અને ચોરીને કારણે થાય છે. તેથી પાલિકાએ આ અછતને પહોંચી વળવા માટે વરલી, ધારાવી, ઘાટકોપર, ભાંડુપ, બાન્દ્રા, વર્સોવા અને મલાડમાં સાથ અત્યાધુનિક સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરી રહી છે, જે ગંદા પાણી પર પ્રક્રિયા કરવાની છે. એક વખત તે ચાલુ થઈ જશે પછી સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૧,૨૩૨ એમએલડી પાણીનું પ્રક્રિયા બાદ ઉત્પાદન કરશે. જોકે આ પાણી બિન-પીવાલાયક હશે. તેથી મુંબઈના પીવાલાયક પાણી પુરવઠા પરનો ભાર ઓછો થશે.

જોકે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા દરરોજ નીકળનારા ૬૦૦ મેટ્રિક ટન કાદવને સ્ટોર કરવો અને તેના પરિવહનની સમસ્યા રહેશે. તેને પહોંચી વળવા માટે પાલિકાએ આ કાદવને માર્કેટેબલ બાય-પ્રોડેક્ટ્સમાં રૂપાંતર કરી શકાય કે નહીં અને તેનો ખર્ચ કેટલો થાય વગેરેનો વિગતવાર અભ્યાસ કરવા માટે ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ નિમવા માટે ટેન્ડર મગાવ્યા છે. મંગળવારે પાલિકાએ બિડ સબમીટ કરવા પહેલી ઓગસ્ટની ડેડલાઈન સુધીનું ટેન્ડર બહાર પાડ્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકા કાદવ પર પ્રક્રિયા કરવા માટે વધારાનું ભંડોળ ખર્ચી શકે એમ નથી. તેથી પાલિકા એક એવી એજન્સીને જોડવાનો પ્રયાસ કરી રહી છે જે કાદવનું ટ્રાન્સર્પોટેશન તો કરશે અને તેને વેચાણપાત્ર ઉત્પાદોમાં રૂપાંતરિત પણ કરશે અને આવકનો ભાગ પાલિકા સાથે વહેંચી લેશે.

આ યોજનાથી પાલિકાનો કેટિલ એક્સપેન્ડિચર, સંગ્રહ, પરિવહન અને જાળવણીનો ખર્ચ બચાવશે. સાથે જ પાલિકા માટે આવકનો એક નવો સ્રોત પણ ઊભો થશે. પાલિકા ફક્ત જમીનનો ટુકડો પૂરો પાડવાની છે. ક્ધસલ્ટન્ટ આમોડેલની કમર્શિયલ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે. ઘાટકોપર, ભાંડુપ અને વર્સોવા ખાતેના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૨૦૨૬ સુધીમાં ચાલુ થવાની અપેક્ષા છે. ત્યારબાદ ૨૦૨૭માં વરલી, બાન્દ્રા અને ધારાવી ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાની અપેક્ષા છે અને મલાડ પ્લાન્ટ ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો…સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરી મરોલમાં અર્બન ફોરેસ્ટ ઉગાડ્યું

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button