સુધરાઈની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવા ટૅબની ખરીદી કરાશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સુધરાઈની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવા ટૅબની ખરીદી કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં પણ ડિજિટલ એજ્યુકેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ટૅબ આપવામાં આવ્યા હતા, તે હવે જૂના થઈ ગયા છે, તેથી પાલિકા નવા ૧૯,૩૧૭ ટૅબની ખરીદી કરવાની છે.

પાલિકાના શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાની સ્કૂલના પહેલાથી નવમા ધોરણના ૧૯,૩૧૭ વિદ્યાર્થીઓને ટૅબ આપવામાં આવવાના છે, જેમાં મરાઠી, ઈંગ્લિશ, હિંદી અને ઉર્દૂ મિડિયમનો સમાવેશ થાય છે. પાલિકા આ માટે ખાનગી કંપનીને ચાર વર્ષનો કૉન્ટ્રેક્ટ આપ્યો છે, જેમાં કંપની પાસેથી ટૅબની ખરીદી સહિત ચાર વર્ષના તેના મેઈન્ટેન્સનો પણ તેમાં સમાવેશ થાય છે. પાલિકા ટૅબ માટે લગભગ ૪૯ કરોડ ૧૯ લાખનો ખર્ચો કરવાની છે.

પાલિકાના શિક્ષણ વિભાગે સ્કૂલના વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજીનું જ્ઞાન મળે અને બદલાતા સમય સાથે અત્યાધુનિક શિક્ષણ મળી રહે તે માટે ૨૦૧૫-૧૬માં ટૅબ આપવાની યોજના બનાવી હતી. ત્યારબાદ ૨૦૧૬-૧૭ અને ૨૦૭-૧૮ અને ૨૦૨૧-૨૨માં વિદ્યાર્થીઓને ટૅબ આપવામાં આવ્યા હતા. નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ૨૦૧૭-૧૮માં ૧૮,૦૭૮ ટૅબ લેવામાં આવ્યા હતા. તેથી ફેબ્રુઆરી ૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીની ટૅબનું આયુષ્ય પૂરું થયું છે. તેથી ૨૦૨૫-૨૦૨૬ના વર્ષમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ૧૯,૩૧૭ નવા ટૅબ ખરીદવામાં આવવાના છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button