મુંબઈના રસ્તાઓના કૉંક્રીટીકરણની ડેડલાઈન ૩૧ મે
ચોમાસા પહેલા કૉંક્રીટીકરણના કામ પૂરા કરવાનો બીએમસી કમિશનરનો આદેશ
!["Mumbai road construction in progress as BMC sets a May 31 deadline for road concretisation completion."](/wp-content/uploads/2025/02/bmc-mumbai-road-concretisation.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:મુંબઈના તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના રસ્તાઓનાં કામ ચોમાસા પહેલા એટલે કે ૩૧ મે, ૨૦૨૫ પહેલા પૂરા કરવાનો નિર્દેશ સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ આપ્યો છે. ડેડલાઈનને પહોંચી વળવામાં જોકે રસ્તાની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડને ચલાવી લેવામાં આવશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં તેમણે પાલિકા અધિકારી સહિત કૉન્ટ્રેક્ટરોને ચેતવણી પણ આપી છે. મુંબઈમાં હાલ જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓના કૉંક્રીટીકરણના કામ ચાલી રહ્યા છે. લગભગ ૧,૩૩૩ કિલોમીટર રસ્તાના કૉંક્રીટીકરણના કામ પૂરાં થયાં છે. બાકીનાં રસ્તાનાં કૉંક્રીટીકરણના કામ બે તબક્કામાં ચાલી રહ્યા છે, જે ચોમાસા પહેલા એટલે કે ૩૧ મે, ૨૦૨૫ સુધી પૂરા કરવાના રહેશે એવી સૂચના કમિશનરે આપી છે.
મંગળવારે કમિશનરે પાલિકા અધિકારીઓ સાથે રસ્તાના કૉંક્રીટીકરણને મુદ્દે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કૉંક્રીટીકરણના કામ હાથમાં લેવા પહેલા રસ્તાના વિકાસના પ્રાધાન્ય નક્કી કરવાનું રહેશે. તેમ જ યુટિલિટિઝ સર્વિસ ઉપલબ્ધ કરાવનારી કંપની સાથે પણ સમન્વય રાખવાનો રહેશે. કૉંક્રીટીકરણનાં કામ ઝડપથી પૂરા કરવાના રહેશે પણ તેમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
Also read: સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાના કામનું ઑક્ટોબરમાંં મૂરત, ૨૪૦ દિવસમાં કામ પૂરું કરવાનો કૉન્ટ્રેક્ટરોને આદેશ:
મુંબઈમાં તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, જેમાં પહેલા તબક્કામાં કુલ ૩૨૪ કિલોમીટર (૬૯૮) રસ્તા તો બીજા તબક્કામાં ૩૭૭ કિલોમીટર (૧,૪૨૦ રસ્તા) એમ કુલ મળીને ૭૦૧ કિલોમીટર રસ્તાના કૉંક્રીટીકરણ કરવા માટે વર્કઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેમાં શહેર, પશ્ર્ચિમ ઉપનગર અને પૂર્વ ઉપનગરના રસ્તાઓનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં ૭૫ ટકા કામ અને બીજા તબક્કામાં ૫૦૧ ટકા કામ ૩૧ મે, ૨૦૨૫ પહેલા પૂરા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા કામ હાથમાં લેવા પહેલા જૂના કૉંક્રીટીકરણના કામ પૂરા કરવાનું ફરજિયાત રહેશે એવી સ્પષ્ટ સૂચના પણ કમિશનરે આપી હતી.
વોર્ડ સ્તરે રોજ ઈન્સ્પેકશન કરવાનું રહેશે
મુંબઈમાં રસ્તાઓના કામ મોટા પાયા પર ચાલી રહ્યા છે ત્યારે પાલિકા કમિશનરે રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને દરરોજ ફિલ્ડ પર જઈને રસ્તાના કામ પર નજર રાખવાનો આદેશ કમિશનરે આપ્યો છે. નાગરિકોને રસ્તાના કામને કારણે અડચણ થાય નહીં તેના પર પણ સુધરાઈ અધિકારીઓએ તકેદારી રાખવાની સૂચના તેમણે આપી હતી.
કૉંક્રીટીકરણના કામની ગુણવત્તા જાળવવી પડશે
પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે સિમેન્ટ કૉંક્રીટના રસ્તા બનાવવા માટે રસ્તો ખોદવાથી લઈને કામ પૂરો કરીને તેને ખુલ્લો મૂકવા માટેનો સમયગાળો લગભગ ૩૦થી ૪૫ દિવસનો હોય છે, પરંતુ મોટાભાગે કામ ૭૫ દિવસ સુધી ચાલે છે. કૉંક્રીટીકરણના કામની ગુણવત્તા જણઆવઈ રહેલ અન તે માટે ક્વોલિટી મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે જ એન્જિનિયરે ધ્યાન આપવાનું રહેશે. કૉંક્રીટ પ્લાન્ટથી કૉંક્રીટ રસ્તા પર ક્યુરિંગ કરવા સુધીના કામ પર નજર રાખવાની રહેશે.કૉંક્રીટીકરણના કામમાં પાલિકાની ‘ઝિરો ટોલરન્સ’ની પોલીસી છે.