આમચી મુંબઈ

24 કલાકમાં 8,244 હૉર્ડિંગ્સને હટાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી લીધા બાદ તેની મુદત પૂરી થયા બાદ પણ તેને દૂર નહીં કરનારા હૉર્ડિંગ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા ૮,૨૪૪ બેનરને હટાવવામાં આવ્યાં હતાં. મુંબઈને કદરૂપૂં કરનારાં હૉર્ડિંગ્સ બાબતે હાઈ કોર્ટના ઠપકા બાદ અને ગણેશોત્સવ પૂરો થવાની સાથે જ સુધરાઈ દ્વારા ઠેર ઠેર લગાડવામાં આવેલા હૉર્ડિંગ્સ સામે કાર્યવાહી ચાલુ કરી છે. ગણેશોત્સવ દરમિયાન મુંબઈમાં જયાં નજર નાખો ત્યાં ફક્ત હૉર્ડિંગ્સ અને બેનરો જ નજરે ચઢી રહ્યાં હતાં. સુધરાઈના દાવા મુજબ મંજૂરી બાદ હૉર્ડિંગ્સ અને બેનરો લગાડવામાં આવ્યાં હતાં, પરંતુ આ મંજૂરી ગણેશોત્સ તહેવાર પૂરતી જ હતી.

ગણેશવિસર્જન સાથે જ આ મુદત પણ પૂરી થઈ છે. તેથી મુંબઈના જુદા જુદા રસ્તા, ચોક સહિતના પરિસરમાં મુદત પૂરી થઈ ગયેલા તેમ જ ગેરકાયદે રીતે લગાવેલા બૅનર, બોર્ડ સહિત હૉર્ડિંગ્સને હટાવવાનું કામ લાઈસન્સ વિભાગે ચાલુ કર્યું છે. સુધરાઈની આ ઝુંબેશ હેઠળ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના સાંજના છ વાગ્યા સુધીના સમયગાળામાં મુંબઈમાંથી કુલ ૮,૨૪૪ બૅનર, હૉર્ડિંગ્સ, પોસ્ટર વગેરેને હટાવવામાં આવ્યા હતા, જેમાં ધાર્મિક સ્વરૂપના ૪,૧૧૫ બૅનર, ૨,૦૦૬ બોર્ડ અને ૫૫૫ પોસ્ટર હતા. તો રાજકીય સ્વરૂપના ૩૫૬ બૅનર, ૨૬૩ બોર્ડ અને ૪૮ પોસ્ટર હતા. કમર્શિયલ સ્વરૂપના ૧૯૬ બૅનર, ૨૦ બોર્ડ,છ પોસ્ટર તેમ જ ૬૭૯ ઝંડાનો સમાવેશ થાય છે. આ દરમિયાન ગેરકાયદે જાહેરખબર પોર્ડ, પોસ્ટર, બૅનર તેમ જ અન્ય પ્રદર્શનના સામાનને હટાવવાની કામગીરી ચાલુ રહેશે એવી જાહેરાત પાલિકાએ કરી છે.


ડ્રાફ્ટ પોલિસી માટે સલાહ-સૂચનો આપવાની મુદત લંબાવી
મુંબઈમાં ૨૦૧૮થી રખડી પડેલી હૉર્ડિંગ્સ પોલિસીનો ડ્રાફ્ટ જાહેર કર્યા બાદ સુધરાઈએ તેનો ડ્રાફ્ટ પોતાની વેબસાઈટ પર મૂકીને ૧૫ દિવસમાં નાગરિકો પાસેથી તેના પર વાંધા-વચકા (સજેશન-ઑબ્જેકશન) મંગાવ્યા હતા, જેની મુદત પૂરી થવાની હતી. પરંતુ ઘાટકોપર હૉર્ડિંગ્સ દુર્ઘટના પ્રકરણમાં તપાસ કરવા માટે નીમેલા બોમ્બે હાઈ કોર્ટના રિટાયર્ડ જજ દિલીપ ભોસલેની સમિતિએ સુધરાઈની ડ્રાફ્ટ પોલિસી માટે પોતાના અમુક સૂચનોનો સમાવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેથી સુધરાઈએ સજેશન-ઑબ્જેકશન માટેની મુદત વધારવાની હોવાનું માનવામાં આવે છે. જો આ સમિતિની આ સૂચનાનો પાલિકાની ડ્રાફ્ટ પોલિસીમાં સમાવેશ કરવામાં આવે છે, તો આ પૉલિસી રાજ્ય સરકાર રાજ્યના તમામ શહેરમાં લાગુ કરી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…