દહિસરના ડેબ્રિઝ પુનપ્રક્રિયા પ્રોેજક્ટમાં અત્યાર સુધી 16,000 મેટ્રિક ટનક કાટમાળ પર પ્રક્રિયાટોલ ફ્રી નંબર પર 220
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બાન્દ્રાથી દહિસર સુધીના પશ્ર્ચિમી ઉપનગરોને આવરી લેતા કોંકણી પાડા, દહિસરમાં સાયન્ટિફિક ક્ધસ્ટ્રકશન ઍન્ડ ડિમોલિશન વેસ્ટ રિસાઈકિલંગ પ્લાન્ટ ચાલુ કર્યો છે. ૬૦૦ ટનની ડેબ્રિઝની પ્રક્રિયા દૈનિક કરવાની ક્ષમતા સાથે પ્લાન્ટનો હેતુ કાટમાળને ફરીથી વાપરી શકાય તેવી સામગ્રીમાં રિસાઈકલ કરવાનો છે. પાલિક ૫૦૦ કિલો સુધીનો કાટમાળ લઈ જવાની મફત સુવિધા આપે છે, જેમાં ઉપરના વધારાના ૫૦ કિલોગ્રામ દીઠ ૧૦ રૂપિયા ચૂકવવા પડે છે. પાલિકાને વિનંતી કરવાના ૪૮ કલાકની અંદર કાટમાળ ઉપાડવામાં આવે છે.
પાલિકાના આ પ્લાન્ટમાં કાટમાળનો રિસાઈકલ કર્યા બાદ રેતીનો ઉપયોગ પેવર બ્લોક, બેન્ચ અને ડિવાઈડર બનાવવા તેમ જ બિન-માળખાકીય ઉપયોગ માટે થાય છે.પાલિકાના ડેપ્યુટી કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) એ નવી ચાલુ કરવામાં આવેલી ‘ડેબ્રિઝ ઓન કોલ’ સર્વિસ વિશે જણાવ્યુ હતું કે હાલમાં આ યોજના પ્રયોગિક તબક્કામાં છે. એક વખત કોલ આવે ત્યાર પછી જુનિયર સુપરવાઈઝર સાઈટનુ ઈન્સ્પેકશન કરે છે અને અંદાજ મેળવે છે અને મોબાઈલ ઍપના માધ્યમથી રિકવેસ્ટને મંજૂર કરે છે અને તેના માટેના ચાર્જ ચાલુ કરે છે. તેમ જ નાગરિકોને ઍપ અને વોટ્સએપના માધ્યમથી તેમની રિકવેસ્ટને મંજૂર કરવામાં આવી હોવાનું જાણ કરવામાં આવે છે.
પૈસા ભરવાના ૪૮ કલાકની અંદર કાટમાળને ઉપાડી લેવામાં આવે છે. નાગરિકો તરફથી આવતા પ્રતિસાદનો ઉપયોગ આ સર્વિસને સુધારવા માટે કરવામાં આવશે.અન્ય ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કાટમાળને વ્યવિસ્થિત રીતે ભેગો કરીને સુરક્ષિત રીતે ટ્રાન્સર્પોટેશન કરીને દહિસરમાં સાઈટ સુધી લઈ જવામાં આવે છે. પર્યાવરણના તમામ નિયમોનું પાલન યોગ્ય રીતે કરીને કચરાને ભેગો કરવો, રિસાઈકલ કરવા તથા તેનો સુરક્ષિત રીતે નિકાલ કરવા તથા રિસાઈકલિંગ પ્લાન્ટમા અત્યાધુકિન પ્રોસેસિંગ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તા પર ગમે તથા જાહેર જગ્યા પર ગેરકાયદે રીતે ફેંકવામાં આવતા કાટમાળને કારણે લાંબા સમયથી પાલિકા પરેશાન છે.
ખાસ કરીને રાતના સમયમાં અજાણ્યા લોકો કાટમાળને ફેંકી જતા હોય છે.તેથી પાલિકાએ ‘ડેબ્રિઝ ઓન કોલ’ સેવા ચાલુ કરી છે, જેના પર નાગરિકો ફોન કરીને કાટમાળને લગતી માહિતી આપી શકે છે.બોકસકાટમાળ માટે બે પ્લાન્ટબીએમસીએ દરરોજ ૬૦૦ ટન કાટમાળને રિસાઈકલ કરવા માટે બે પ્લાન્ટ સ્થાપ્યા છે. ચાર નવેમ્બરથી કાર્યરત દહિસરના પ્લાન્ટમાં ૧૬,૦૦૦ ટન કાટમાળનું રિસાઈકલ કરવામાં આવ્યું છે, જે મુંબઈના વધતા જતા કચરાની સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે. બોકસસવા મહિનામાંં ૨૨૦ કોલસુધરાઈના ૧૮૦૦-૨૧૦-૯૯૭૬ ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધી ૨૨૦ કોલ આવી ગયા છે અને તેમાંથી લગભગ ૫૪ મેટ્રિક ટન કાટમાળ ભેગો કરવામાં આવ્યો છે.
શહેર અને પૂર્વ ઉપનગર માટે ૮૦૦-૨૦૨-૬૩૬૪ અને પશ્ર્ચિમ ઉપનગર માટે ૧૮૦૦-૨૧૦-૯૯૭૬ નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી પર આવેલા નંબર બાદ અત્યાર સુધી ૫૪ મેટ્રિક ટન કચરો જમા કરવામાં આવ્યો છે.