આમચી મુંબઈ

રસ્તાનું કૉંકીટાઈઝેન: સુધરાઈના ૩૦૦થી વધુ એન્જિનિયરોને આઈઆઈટી-મુંબઈએ આપી તાલીમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણનું અત્યાર સુધીમાં ૬૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. રસ્તાના બાકી રહેલા કામમાં અમુક અડચણો આવી રહી છે ત્યારે શ્રેષ્ઠ ગુણવત્તાના સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાના બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના એન્જિનિયરોને આઈઆઈટી મુંબઈ મારફત રવિવારે પ્રશિક્ષણ આપ્યું હતું, જેમાં ૩૦૦થી વધુ એન્જિનિયરો સહિત અનેક અધિકારીઓ જોડાયા હતા.

મુંબઈમાં રસ્તાના સિમેન્ટ-કાૅંંક્રીટાઈઝેશનના કામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે ત્યારે પૂરા થઈ ગયેલા રસ્તાના અને હાલ ચાલી રહેલા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાનું મૂલ્યાંકન આ વિષય પર આઈઆઈટી-મુંબઈમાં રવિવારે એક દિવસની વર્કશોપ રાખવામાં આવી હતી, જેમાં એન્જિનિયરોએ સિમેન્ટ-કાૅંંક્રીટના રસ્તાનું આયોજન તેની અમલબજવણી અને ગુણવત્તા નિયંત્રણ બાબતે ટેક્નિકલ બાબતો સહિત અનેક સુક્ષ્મ બાબતો માટે ટ્રેનિંગ લીધી હતી.

આઈઆઈટી દ્વારા વર્કશોપમાં કૉંકીટનું મિશ્રણ બનાવતા સમયે ગુણવત્તાપૂર્વક મટિરિયલનો ઉપયોગ, રેડીમિક્સ કૉંક્રીટ પ્રોજેક્ટથી વર્ક સાઈટ સુધી કૉંક્રીટનું મિશ્રણનું વહન કરવાની પદ્ધતિ, કૉંક્રીટ નાખતા સમયે લેવાતી કાળજી, સિમેન્ટ નાખ્યા બાદ નક્કી સમયગાળા બદ જોઈન્ટ કટિંગ કરવું, યોગ્ય પદ્ધતિએ ક્યુરિંગ પૂર્ણ કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાલિકાના એડિશનલ કમિશનર(પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે મુંબઈમાં મોટા પ્રમાણમાં રસ્તાનું સીસીનું કામ ચાલી રહ્યું છે. રસ્તાના કૉંકીટીકરણના કામની ગુણવત્તા જળવાઈ રહે અને રસ્તા મજબુત અને ટકાઉ રહે તે માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, તેના એક ભાગરૂપ રસ્તાના બાંધકામમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, રસ્તો બાંધતા સમયે શું કરવું અને શું નહીં કરવું તેની માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના એન્જિનિયર સહિત ક્વોલિટી મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ અને કૉન્ટ્રેક્ટરના એન્જિનિયર પણ જોડાયા હતા.

રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું ૬૦ ટકા કામ પૂર્ણ

એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ઑક્ટોબર, ૨૦૨૩ની રસ્તાનું કૉંક્રીટાઈઝેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ૬૦ ટકા કામ પૂરું થયું છે પણ મુંબઈની મોટી લોકસંખ્યા ઘનતા અને ગીચ નાગરી બાંધકામને કારણે રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કામ પડકારજનક છે, છતાં નિયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે.

રસ્તાના કામ ચાલી રહ્યા હોય ત્યારે દૂરગામી પરિણામને ધ્યાનમાં રાખવાના હોય છે, જેમાં રાઈડિંગ ક્વોલિટી અને રસ્તાને લાગીને આવેલી યુટિલિટિઝ સર્વિસ (ડક્ટ)નો યોગ્ય ઉપયોગ. કૉંક્રીટના રસ્તાના બાંધકામની ગુણવત્તા, દેખરેખ અને ડિઝાઈન પર પ્રવાસની ગુણવત્તા સીધી રીતે અવલંબન રાખે છે. રસ્તાની રાઈડિંગ સારી હોય તો રસ્તાનું આયુષ્ય વધે છે અને તેની દેખરેખનો ખર્ચ ઓછો થાય છે. તેમ જ રસ્તાને લાગીને આવેલી ડક્ટ લાઈનનો પણ વધુનેવધુ ઉપયોગ થવો જોઈએ, જેથી કરીને ફરી

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button