આમચી મુંબઈ

મુંબઈ મનપાની પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો સામે લાલ આંખ નાણાકીય વર્ષમાં લક્ષ્યાંકનો ૭૩ ટકા ટેક્સ વસૂલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ નવા કરપાત્ર એકમનો કરવેરાના માળખા હેઠળ લાવવા માટે પ્રોપર્ટી ટેક્સ એરિયા, તેનો ઉપયોગ અને માલિકીના રેકોર્ડ અપડેટ કરી રહી છે.

અધિકારીઓને વોર્ડ સ્તરે મુખ્ય ડિફોલ્ટરોને ઓળખવા અને તેમના પર ધ્યાન રાખવા અને લાંબા સમયથી બાકી રહેલા લેણાં સામે ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં નોટિસ, દંડ, વ્યાજ અને જરૂર પડે ત્યાં મિલકતની જપ્તિ અને હરાજીનો સમાવેશ થાય છે. ગુરુવારે પાલિકા મુખ્યાલય ખાતે સમીક્ષા બેઠકમાં આ નિર્દેશ બહાર પાડવામાં આવ્યા હતા.

પ્રોપર્ટી ટેક્સ એ પાલિકાની આવકનો મુખ્ય સ્રો છે પણ ૨૦૧૦થી ટેક્સની બાકી રહેલી રકમ ૨૨,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં છેલ્લા ૧૫ વર્ષની દંડની રકમનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના રહેણાંક એકમોને ટેક્સમાં રાહત અને ૨૦૧૫-૧૬થી ટેક્સ રિવિઝનના અભાવને કારણે તાજેતરના વર્ષોમાં કર વસૂલાતમાં ઘટાડો થયો છે. નવી કર ગણતરી પદ્ધતિઓ સામે કાયદાકીય પડકારોએ ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં વસૂલીમાં ઘટાડો થયો છે.

પહેલી એપ્રિલ, ૨૦૨૫થી ચાર ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન મહાનગરપાલિકાએ ૫,૪૨૬,.૮૧ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે, જે ૨૦૨૫-૨૬ના ૭,૩૪૧ કરોડ રૂપિયાના લક્ષ્યાંકનો ૭૩ ટકા છે. ગુરુવારે પાલિકા મુખ્યાલયમાં ટેક્સની વસૂલાત સંદર્ભમાં થયેલી બેઠક બાદ પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે દંડથી બચવા માટે ટેક્સ ભરનારાઓએ સમયસર ટેક્સ ચૂકવી દેવો અન્યથા કાયદા મુજબ તેમની મિલકત જપ્ત કરવાથી લઈને અનેક આકરી કાર્યવાહીનો તેમને સામનો કરવો પડશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button