ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારાશે...

ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગણેશોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગણપતિબાપ્પાના આગમનની સાથે જે તેના વિસર્જન માટેની તૈયારીઓ જોરદાર કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.

ગયા વર્ષે ગણેશમૂર્તિના વિસર્જન માટે મુંબઈમાં ૨૦૪ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. પાલિકાના ઝોન-બેના ડેપ્યુટી કમિશનર તથા શ્રીગણેશોત્સવ સમન્વયક પ્રશાંત સમકાળેએ જણાવ્યું હતું કે મુંબઈગરા માટે પર્યાવરણપૂરક પધ્ધતિએ વિસર્જનની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે.

પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલી ઘરની મૂર્તિ તેમ જ છ ફૂટ કરતા ઓછી ઊંચાઈની તમામ મૂર્તિના વિસર્જન આ વખતે ફરજિયાત રીતે કૃત્રિમ તળાવમાં કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેથી કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવામાં આવશે. નાગરિકોએ પોતાના ઘરના તથા સાર્વજનિક મંડળોએ તેમની નાની મૂર્તિઓના વિસર્જન તેમના ઘરની નજીક આવેલા કૃત્રિમ તળાવમાં જ કરવાના રહેશે.

આ પણ વાંચો…ગણેશોત્સવ મંડળો પાસેથી હવે ૨,૦૦૦ નો જ દંડ વસૂલાશે…

કૃત્રિમ તળાવમાં વિસર્જન થતા બાદ તેમાં જમા થયેલા ગાળ (માટી)ને જમા કરીને તેને પર્યાવરણપૂરક પદ્ધતિએ ફરી ઉપયોગ કરવામાં આવશે. આ દરમ્યાન સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન રૂટ પર રહેલા ખાડાઓને તાત્કાલિક પૂરવાના અને અડચણરૂપ બની રહેલી ઝાડની ડાળખીઓનું ટ્રિમીંગ કરવાની માગણી પાલિકા સક્ષમ કરી હતી.

આ દરમ્યાન થાણે પાલિકાએ પણ થાણે શહેરમાં છ ફૂટ સુધીની ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનો નિદેર્શ સાર્વજનિક ગણેશમંડળો સહિત નાગરિકોને આપ્યો હતો. ગયા વર્ષની સરખામણીમાં કૃત્રિમ વિસર્જન સ્થળોની સંખ્યા દોઢગણી વધારવામાં આવી હોવાનું થાણે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…પર્યાવરણપૂરક ગણેશોત્સવ: મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટીનું વિતરણ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button