આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકા-૨૦૨૫ની ચૂંટણી માટે અનામતની લોટરી સંપન્ન

ભૂતપૂર્વ મેયર, વિરોધી પક્ષનેતા સહિત અનેક ભૂતપૂર્વ નગરસેવકોને લોટરીનો ફટકો
અનુસૂચિત જાતિ માટે ૧૫ અને અનુસૂચિત જનજાતિ માટે બે વોર્ડ અનામત, ઓબીસી માટે ૬૧ વોર્ડ અનામત, ઓપન કેટેગરીમાં મહિલા માટે ૭૪ અને પુરુષ માટે ૭૫ વોર્ડ


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુંબઈ મહાનગરપાલિકાની જાન્યુઆરી ૨૦૨૬માં ચૂંટણી થવાની છે. તે માટે ૨૨૭ વોર્ડના અનામત માટે મંગળવાર, ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની હાજરીમાં લોટરી કાઢવામાં આવી હતી. લોટરીમાં ભૂતપૂર્વ મેયરથી લઈને વિરોધપક્ષના નેતાઓ સહિત અનેક જૂના નગરસેવકોની બેઠક અનામત શ્રેણીમાં જતા તેઓએ પોતાની બેઠક ગુમાવી દીધી છે.

બાન્દ્રામાં બાલગંધર્વ રંગમંદિરમાં મંગળવારે લોટરી સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું, કુલ ૨૨૭માંથી ૨૭ ટકા એટલે કે ૬૧ બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. ૧૫ અનુસૂચિત જાતિ (એસસી)માટે અને બે અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત રાખવામાં આવી છે. કુલ ૨૨૭ સીટમાંથી ૧૧૪ મહિલા માટે રિઝર્વ, તેમાંથી આઠ એસસી (મહિલા), એક એસટી(મહિલા) અને ૩૧ સીટ ઓબીસી (મહિલા) તો ૭૪ સીટ ઓપન કેટેગરી (મહિલા) માટે અનામત રાખવામાં આવી છે.

૨૨૭ બેઠક માટે થયેલી લોટરી દરમ્યાન અનેક ભૂતપૂર્વ નગરસેવકો સહિત રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લોટરીમાં અનેક બેઠકો મહિલા શ્રેણી સહિત અન્ય શ્રેણીમાં અનામત થઈ જતા ભૂતપૂર્વ નગરસેવકોના ચહેરા પર છેલ્લાં ત્રણ વર્ષ અને એ અગાઉના પાંચ વર્ષના નગરસેવકકાળ દરમ્યાન તેમણે પોતાના મતવિસ્તારમાં કરેલી મહેનત પણ પાણી ફરી વળ્યું હોવાની ચિંતા જોવા મળી હતી. તેથી લોટરીમાં જે લોકોને ફટકો પડયો છે, તેઓ પોતાનું રાજકીય અસ્તિત્વ ટાકવી રાખવા માટે આજુબાજુના વોર્ડમાં પર્યાય તરીકે ઊભા રહેવાનું અથવા પોતાની પત્ની, દીકરા-દીકરીનો પર્યાય તૈયાર કરવો પડશે.

આ બેઠકો અનામત થઈ ગઈ

અનુસૂચિત જાતિ (મહિલા)
૧૧૮, ૧૩૩, ૧૪૭, ૧૫૧, ૧૫૫, ૧૮૩, ૧૮૬, ૧૮૯

અનુસૂચિત જાતિ
૨૬, ૯૩, ૧૪૦, ૧૪૧, ૧૪૬, ૧૫૨, ૨૧૫

અનુસૂચિત જનજાતિ
૫૩

અનુસૂચિત જનજાતિ (મહિલા)
૧૨૧

ઓબીસી સીટ
૪, ૧૦, ૪૧, ૪૫, ૫૦, ૬૩, ૬૯, ૭૦, ૭૬, ૮૫, ૮૭, ૯૧, ૯૫, ૧૦૬, ૧૧૧, ૧૧૩, ૧૩૦, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૭૧, ૧૮૨, ૧૮૭, ૧૯૩, ૧૯૫, ૨૦૮, ૨૧૯, ૨૨૨, ૨૨૩, ૨૨૬

ઓબીસી (મહિલા)
૧, ૬, ૧૧, ૧૨, ૧૩,૧૮, ૧૯, ૨૭, ૩૨, ૩૩, ૪૬, ૪૯, ૫૨, ૭૨, ૮૦, ૮૨, ૧૦૦, ૧૦૫, ૧૦૮, ૧૧૭, ૧૨૮, ૧૨૯, ૧૫૦, ૧૫૩, ૧૫૮, ૧૬૭, ૧૭૦, ૧૭૬, ૧૯૧, ૧૯૮, ૨૧૬

ઓપન કેટેગરીમાં (મહિલા)
૨, ૮, ૧૪,૧૫, ૧૬, ૧૭, ૨૧, ૨૪, ૨૮, ૩૧, ૩૭, ૩૮, ૩૯, ૪૨, ૪૪, ૫૧, ૫૬, ૬૦, ૬૧, ૬૪, ૬૬, ૭૧, ૭૩, ૭૪, ૭૭, ૭૮, ૭૯, ૮૧, ૮૩, ૮૪, ૮૮, ૯૪, ૯૭, ૧૦૧, ૧૦૩, ૧૧૦,૧૧૨, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૩૧, ૧૩૨, ૧૩૪, ૧૩૯, ૧૪૨, ૧૪૩, ૧૫૬, ૧૫૭, ૧૬૩, ૧૭૨, ૧૭૩,૧૭૪, ૧૭૫, ૧૭૭,૧૭૯, ૧૮૦, ૧૮૪, ૧૯૬, ૧૯૭, ૧૯૯, ૨૦૧, ૨૦૩, ૨૦૫, ૨૦૯, ૨૧૨, ૨૧૩, ૨૧૮, ૨૨૦, ૨૨૪, ૨૨૭

ઓપન કેટેગરી (સામાન્ય)
૩, ૫, ૭, ૯, ૨૦, ૨૨, ૨૩, ૨૫, ૨૯, ૩૦, ૩૪, ૩૫, ૩૬, ૪૦, ૪૩, ૪૭, ૪૮, ૫૪, ૫૫, ૫૭, ૫૮, ૫૯, ૬૨, ૬૫, ૬૭, ૬૮, ૭૫, ૮૬, ૮૯, ૯૦, ૯૨, ૯૮, ૯૯, ૧૦૨, ૧૦૪,૧૦૬,૧૦૭, ૧૦૯, ૧૧૯, ૧૨૦, ૧૨૨, ૧૨૩, ૧૨૫, ૧૪૪, ૧૪૫, ૧૪૮, ૧૪૯, ૧૫૪, ૧૫૯,૧૬૦,૧૬૧, ૧૬૨, ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૮, ૧૬૯, ૧૭૮, ૧૮૧, ૧૮૫, ૧૮૮, ૧૯૦,૧૯૨,૧૯૪, ૨૦૦, ૨૦૨,૨૦૪, ૨૦૬, ૨૦૭, ૨૧૦, ૨૧૧, ૨૧૪, ૨૧૭, ૨૨૧, ૨૨૫

આ નગરસેવકોને પડયો ફટકો

ભૂતપૂર્વ મેયર અને નગરસેવિકા અને સ્નેહલ આંબેકરનો વોર્ડ ઓબીસીમાં અનામત થઈ જતા તેમને ફટકો પડયો છે. ભૂતપૂર્વ વિરોધપક્ષ નેતા અને ગયા વર્ષે ઓક્ટોબરમાં કૉંગ્રેસમાંથી શિંદેનાં નેતૃત્વની શિવસેનામાં જોડાયેલા રવિ રાજા (૧૭૬-સાયન), સળંગ ચાર વર્ષ સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ રહેલા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી શિંદની સેનામાં ગયેલા યશવંત જાધવનો વોર્ડ મહિલા માટે રિઝર્વ થઈ ગયો છે. ભૂતપૂર્વ મેયર અને ભૂતપૂર્વ સભાગૃહ નેતા વિશાખા રાઉત, ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્ય, બેસ્ટ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ આશિષ ચેંબુરકર, અનિલ પાટણકર, સુધાર સમિતિના અધ્યક્ષ સદાનંદ પરબ, વિધાનસભ્ય અને ભૂતપૂર્વનગરસેવક દિલીપ લાંડે, ભૂતપૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ મંગેશ સાતમકર, ભૂતપૂર્વ શિક્ષણ સમિતિની અધ્યક્ષા અને શિંદેની શિવસેનાના સંધ્યા દોશીની પણ બેઠક જતી રહી છે.

વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ અને ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરનો વોર્ડ ઓપન કેટેગરીની મહિલા માટે આરક્ષિત થઈ ગયો છે. ઓબીસી ક્વોટાને કારણે મુલુંડના નીલ સોમૈયા (૧૦૮), કૉંગ્રેસના સુફિયા વનુને અનામતનો ફટકો પડયો છે. બેઠક ગુમાવનારાઓમાં શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ નગરસેવક તેજસ્વી ઘોસાળકર (દહિસર-એક)નો પણ સમાવેશ થાય છે, તેઓ ગયા વર્ષે જુલાઈમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવેલા ભૂતપૂર્વ સેનાના નગરસેવક અભિષેક ઘોસાળકરના પત્ની છે. કૉંગ્રેસના ત્રણ વખતના નગરસેવક(બાન્દ્રા-પશ્ર્ચિમ)ના આસિફ ઝકારિયાએ પણ પોતાની બેઠક (૧૦૧-બાન્દ્રા) ગુમાવી દીધી હતી. આ બેઠક મહિલા માટે અનામત થઈ ગઈ છે. ભૂતપૂર્વ મેયર અને મે ૨૦૨૩માં મૃત્યુ પામેલા વિશ્ર્વનાથ મહાડેશ્ર્વરની બેઠક પણ ઓબીસીમાં ગઈ છે.

ભૂતપૂર્વ નગરસેવકોમાં ઈનકમિંગ-આઉટ ગોઈંગ વધશે

પાલિકાની ચૂંટણી માટે મંગળવારે લોટરી જાહેર થયા બાદ અનેક લોકોએ રિર્ઝવેશનને પગલે પોતાની બેઠક ગુમાવી દીધી છે. તેથી હવે જુદા જુદા પક્ષોના નગરસેવકોનું ઈનકમિંગ-આઉટગોઈંગ શરૂ થઈ જશે. ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલા જ વોર્ડ રચના અને રિર્ઝવેશનને પગલે બેઠકો ગુમાવનારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય પર્યાય શોધવાનું શરૂ પણ કરી દીધું હોવાનું માનવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button