વિધાનસભાની ચૂંટણી પહેલા BMC એ મુંબઈના મહત્ત્વનાં પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મરીન ડ્રાઈવ ખાતે વ્યુઈંગ ડેક અને રીગલ જંક્શન ખાતે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સુવિધા – એવા બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અટકાવી દીધા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિક સંસ્થા ટ્રાફિક વિભાગ અને રાજ્યના પર્યાવરણ વિભાગની મંજૂરીની રાહ જોઈ રહી છે તેથી હવે ચૂંટણી પછી જ બાંધકામ ફરી શરૂ થઈ શકશે. દક્ષિણ મુંબઈ ભાજપના કોર્પોરેટર મકરંદ નરવેકર દ્વારા પ્રસ્તાવિત આ પ્રોજેક્ટ્સ ૨૦૨૨થી પાઈપલાઈનમાં છે. નાગરિક સત્તાવાળાઓએ પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી, જ્યારે તેના માટે ટેન્ડરની પ્રક્રિયા હજુ બાકી છે.
૨૦૨૨માં પાલિકાએ અરબી સાગરની સુંદરતા કોઈ પ્રકારના અવરોધ વિના માણી શકાય તેના માટે મરીન ડ્રાઇવના દક્ષિણ છેડે વ્યૂઇંગ ડેક અને દરિયાકિનારે પ્લાઝા બનાવવાની દરખાસ્ત કરી હતી. આ બ્યુટીફિકેશન પ્રોજેક્ટના ભાગરૂપે એન્ટ્રી પોઈન્ટ તરીકે કાસ્ટ આયર્ન ગેટ બનાવવામાં આવશે. વધુમાં, સમગ્ર ૬૦-મીટરનાના પટમાં બંને બાજુએ રેલિંગ હશે. મરીન ડ્રાઇવના આકર્ષણને પ્રતિબિંબિત કરવા માટે સમુદ્ર તરફના રસ્તાને ઊંચા વિન્ટેજ-શૈલીના ઇલેક્ટ્રિક થાંભલાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા પણ કરાશે.
પાલિકા દક્ષિણ મુંબઈમાં રીગલ જંક્શન ખાતે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સુવિધા માટે પણ વિચાર કરી રહી છે. આ જંકશન પર ઓપન પાર્કિંગમાં ૫૦ કાર સમાવી શકાય છે. આ સુવિધાને વધારવા માટે વ્યૂઇંગ ડેકની નીચે એક અંડરગ્રાઉન્ડ પાર્કિંગ વિસ્તારના નિર્માણની દરખાસ્ત કરી હતી, જેમાં ૧૫૦ કારને પાર્ક કરી શકાઈ હોત.
પાલિકાએ રિગલ જંકશન પ્રોજેક્ટ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે ટ્રાફિક વિભાગને દરખાસ્ત મોકલી હતી. તેઓએ સૂચનો અને ઇન્પુટ્સ સાથે પ્રતિસાદ આપ્યો છે જેને અમે આગળ વધતા પહેલા હાલની યોજનાઓમાં સમાવિષ્ટ કરશું. મરીન ડ્રાઇવ પ્રોજેક્ટ માટે, અમારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમો અનુસાર અમારી યોજનાઓમાં ફેરફાર કરવાની જરૂર છે.
આચારસંહિતા કોઈપણ સમયે લાદવામાં આવી શકે છે તે ધ્યાનમાં લેતા આ બંને પ્રોજેક્ટ ચૂંટણીઓ પછી જ શરૂ થઈ શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હેરિટેજ કમિટીએ પણ આ પ્લાનને મંજૂરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. જો બીએમસી ફંડ મંજૂર કર્યા પછી અચાનક આવા પ્રોજેક્ટને અટકાવે છે, તો અમારે શું કરવું જોઈએ? અમે જનતાને જવાબ આપવા જવાબદાર છીએ. શું પાલિકા લોકોની સુવિધા કરતાં રાજકારણને પ્રાથમિકતા આપે છે? જો સૂચિત યોજનાને લગતી કોઈ ભલામણો અથવા ઓપરેશનલ અવરોધો હોય, તો હું કૃપા કરીને વિનંતી કરું છું કે તે અમને લેખિતમાં જણાવવામાં આવે. લોકો આ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.