Top Newsઆમચી મુંબઈ
મુંબઈના કુખ્યાત ડોનની દીકરી હારી ગઈ, ભાજપના ઉમેદવારે આપી કારમી હાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 29 મહાનગરપાલિકાઓના 893 વોર્ડની 2,869 બેઠકો પરના 15,931 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આજે થશે. બીએમસીની ચૂંટણીમાં મુંબઈના કુખ્યાત ડોનની દીકરીને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈના ભાયખલા વોર્ડ નં. 207 થી ચૂંટણી લડનાર અરુણ ગવળીની પુત્રી યોગિતા ગવળીને હારનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે ભાજપના ઉમેદવાર રોહિદાસ લોખંડેનો વિજય થયો છે.
અત્યાર સુધીમાં કોની કોની થઈ જીત
- વોર્ડ 87 – કૃષ્ણા પારકર (ભાજપ)
- વોર્ડ 103 – હેતલ ગાલા (ભાજપ)
- વોર્ડ 107 – નીલ કિરીટ સોમૈયા (ભાજપ)
- વોર્ડ 123 – સુનીલ મોરે (શિવસેના UBT)
- વોર્ડ 124 – શકીના શેખ (શિવસેના UBT)
- વોર્ડ 135 – નવનાથ બન (ભાજપ)
- વોર્ડ 156 – અશ્વિની માટેકર (શિવસેના – શિંદે જૂથ)
- વોર્ડ 157 – આશા તાવડે (ભાજપ)
- વોર્ડ 164 – શૈલા લાંડે (શિવસેના – શિંદે જૂથ)
- વોર્ડ 165 – અશરફ આઝમી (કોંગ્રેસ)
- વોર્ડ 182 – મિલિંદ વૈદ્ય (શિવસેના UBT)
- વોર્ડ 183 – આશા કાલે (કોંગ્રેસ)
- વોર્ડ 193 – હેમાંગી વર્દિકર
- વોર્ડ 201 – ઇરમ સિદ્દીકી (અન્ય)
- વોર્ડ 204 – અનિલ કોકિલ (શિવસેના – શિંદે જૂથ)
- વોર્ડ 207 – રોહિદાસ લોખંડે (ભાજપ)
- વોર્ડ 214 – અજય પાટીલ (ભાજપ)
- વોર્ડ 215 – સંતોષ ઢોલે (ભાજપ)
- વોર્ડ 2 – તેજસ્વી ઘોસાલકર (ભાજપ)
- વોર્ડ 19 – પ્રકાશ તાવડે (ભાજપ)
- વોર્ડ 20 – દીપક તાવડે (ભાજપ)
- વોર્ડ 32 – ગીતા ભંડારી (શિવસેના UBT)
- વોર્ડ 36 – સિદ્ધાર્થ શર્મા (ભાજપ)
- વોર્ડ 50 – વિક્રમ રાજપૂત (ભાજપ)
- વોર્ડ 51 – વર્ષા ટેમ્બેલકર (શિવસેના – શિંદે જૂથ)
- વોર્ડ 60 – મેઘના કાકડે (શિવસેના UBT)
મુંબઈમાં કેટલું મતદાન થયું હતું
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 52.94 ટકા મતદાન થયું છે. સત્તાવાર માહિતી અનુસાર, અગાઉ 2017માં આ મતદાનની ટકાવારી 55.53 ટકા હતી. એટલે કે, આ વખતે મતદાનનો દર પાછલી ચૂંટણીની સરખામણીએ થોડો ઓછો રહ્યો છે.
આપણ વાંચો: રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ પર શું લગાવ્યો આરોપ?



