BMC Results 2026: મુંબઈમાં ‘મહાયુતિ’ બહુમતી તરફ, જાણો વોર્ડ મુજબ વિજેતા ઉમેદવારોની યાદી

મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની 227 બેઠકો માટે ગઈકાલે એટલે કે 15મી જાન્યુઆરીના થયેલા મતદાન બાદ આજે 16મી જાન્યુઆરી 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતી વલણો અને અત્યાર સુધીના પરિણામો અનુસાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના ધરાવતી ‘મહાયુતિ’ બહુમતીના આંકડા (114)ની નજીક પહોંચી ગઈ હોય તેવું જણાય છે.
મુંબઈમાં આ વખતે ઠાકરે બંધુઓ એટલે કે ઉદ્ધવ અને રાજ ઠાકરેના ગઠબંધન સામે ભાજપ-શિંદે સેનાનો સીધો મુકાબલો છે. અત્યાર સુધીના મુખ્ય વિજેતાઓમાં નીચે મુજબના નામો સામે આવ્યા છે:
| વોર્ડ નં. | વિજેતા ઉમેદવાર | પક્ષ |
| 1 | રેખા યાદવ | શિવસેના (શિંદે) |
| 2 | તેજસ્વી ઘોસાળકર | ભાજપ |
| 10 | જિતેન્દ્ર પટેલ | ભાજપ |
| 19 | પ્રકાશ તાવડે | ભાજપ |
| 20 | દીપક તાવડે | ભાજપ |
| 21 અ | પ્રહ્લાદ મ્હાત્રે | મનસે |
| 32 | ગીતા ભંડારી | શિવસેના (UBT) |
| 36 | સિદ્ધાર્થ શર્મા | ભાજપ |
| 50 | વિક્રમ રાજપૂત | ભાજપ |
| 51 | વર્ષા ટેમ્બેલકર | શિવસેના (શિંદે) |
| 52 | પ્રીતિ સાતમ | ભાજપ |
| 60 | મેઘના કાકડે | શિવસેના (UBT) |
| 87 | કૃષ્ણા પારકર | ભાજપ |
| 103 | હેતલ ગાલા | ભાજપ |
| 105 | અનિતા વૈતી | ભાજપ |
| 107 | નીલ કિરીટ સોમૈયા | ભાજપ |
| 123 | સુનીલ મોરે | શિવસેના (UBT) |
| 124 | શકીના શેખ | શિવસેના (UBT) |
| 135 | નવનાથ બન | ભાજપ |
| 156 | અશ્વિની માટેકર | શિવસેના (શિંદે) |
| 157 | આશા તાવડે | ભાજપ |
| 163 | શૈલા લાંડે | શિવસેના (શિંદે) |
| 165 | અશરફ આઝમી | કોંગ્રેસ |
| 172 | રાજશ્રી શિરવાડકર | ભાજપ |
| 182 | મિલિંદ વૈદ્ય | શિવસેના (UBT) |
| 183 | આશા કાળે | કોંગ્રેસ |
| 193 | હેમાંગી વર્ડીકર | શિવસેના (શિંદે) |
| 200 | ઉર્મિલા પાંચાલ | શિવસેના (UBT) |
| 204 | અનિલ કોકીડ | શિવસેના (શિંદે) |
| 207 | રોહિદાસ લોખંડે | ભાજપ |
| 214 | અજય પાટીલ | ભાજપ |
| 215 | સંતોષ ઢોલે | ભાજપ |
અનેક વોર્ડમાં જોવા મળી રહી છે રસાકસી…
મુંબઈમાં સત્તાની ચાવી કોના હાથમાં જશે તે હજુ સ્પષ્ટ થવાનું બાકી છે, પરંતુ ભાજપ અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી રહી હોય તેવું દેખાય છે. વાત કરીએ ગઠબંધનની સ્થિતિની તો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની જોડીએ અનેક વોર્ડમાં મહાયુતિને આકરી ટક્કર આપી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને પરેલ-લાલબાગ વિસ્તારમાં શિવસેના (UBT)એ મજબૂત કમબેક કર્યું છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો ધારાવી અને કુર્લા જેવા વિસ્તારોમાં કોંગ્રેસના અશરફ આઝમી અને આશા કાળેએ જીત મેળવી પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
આ પણ વાંચો…ભાષાકીય વિવાદોની નીકળી હવા: રેખા યાદવે BMC ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, રચ્યો નવો ઈતિહાસ



