આમચી મુંબઈ

ભાજપના મહાવિજય બાદ દેવેન્દ્ર ફડણવીસે કોને ફોન કરીને આપ્યા અભિનંદન? જાણો કોણ છે એ ખાસ વ્યક્તિ…

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થઈ ગયા. મુંબઈના નાગરિકોએ મુંબઈના વિકાસ માટે મહાયુતિને મત આપીને વિજયી બનાવી. પાલિકાની ચૂંટણીમાં ભાજપની જિત બાદ કાર્યકર્તાઓ તો જિતના જશ્નમાં વ્યસ્ત થઈ ગયા પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક ખાસ વ્યક્તિને ફોન લગાવ્યો હતો, ચાલો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ…

શુક્રવારે મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના વોટ કાઉન્ટિંગના પરિણામો જેમ જેમ સામે આવવા લાગ્યા તેમ તેમ મહાયુતિનું પલડું વધારેને વધારે ભારે થતું હતું. ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિને ટક્કર આપી પણ પરંતુ બહુમતિની દિશામાં આગળ વધી રહેલો ભાજપનો વિજય રથ અટકાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. પરંતુ ચર્ચાનો વિષય તો જિતના જશ્ન બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોને ફોન કર્યો એ છે.

મુંબઈમાં મહાયુતિને મળેલાં મહાવિજય બાદ દેવેન્દ્ર ફડણવીસે જે વ્યક્તિને ફોન કર્યો અને વખાણ કર્યા એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પક્ષના મુંબઈના અધ્યક્ષ અમિત સાટમ હતા. ફડણવીસે ફોન કરીને અમિત સાટમને અભિનંદન આપ્યા હતા. અમિત સાટમ સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે.

પક્ષના મુંબઈ અધ્યક્ષ અમિત સાટમ સાથે ફોન પર વાત કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણને પણ ફોન કરીને અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેઓ આ મહાજિત માટે જનતાનો દિલથી આભાર માની રહ્યા છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું આ અભુતપૂર્વ જિત અપાવવા માટે જનતાનો ખૂબ ખૂબ આભાર. આ વીડિયો પર ભાજપના સમર્થકો કમેન્ટ્સ અને લાઈક કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વારઈલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો…મુંબઈ મેયર પાવર એન્ડ સેલેરી 2026: જાણો મુંબઈના પ્રથમ નાગરિકને કેટલો પગાર અને બીજી સુખ- સુવિધાઓ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button