આમચી મુંબઈ

પાલિકા મહાસંગ્રામઃ મુંબઈમાં સૌથી પહેલા જીતેલા કોંગ્રેસના ઉમેદવારે જીતનો શ્રેય કોને આપ્યો?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મુંબઈમાં સૌથી પહેલા જીતેલો કોંગ્રેસના ઉમેદવાર આશા દીપક કાળેએ તેમની જીતનો શ્રેય સાંસદ વર્ષા ગાયકવાડ અને ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડને આપ્યો હતો.

શું બોલ્યા આશા દીપક કાળે

મુંબઈના ધારાવીમાં કોંગ્રેસના આશા દીપક કાળેએ વોર્ડ નંબર 183થી જીત મેળવ્યા બાદ કહ્યું- આ જીત અમારા સાંસદ વર્ષા ગાયકવાડ અને ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડના સમર્થનથી મળી છે. તેમના આશીર્વાદથી અમે આ સીટ જીતી શક્યા છીએ. આ અમારા પક્ષના કાર્યકર્તાઓની જીત છે.

આ ચૂંટણીમાં સૌની નજર દેશના સૌથી ધનિક મહાનગરપાલિકા એટલે કે BMC પર ટકેલી છે. BMC પર કબજો મેળવવા માટે ભાજપ-શિવસેના અને શિવસેના (UBT)-મનસે વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ સહિત અન્ય અનેક પક્ષો પણ મેદાનમાં છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 52.94 ટકા મતદાન થયું છે. સત્તાવાર માહિતી અનુસાર, અગાઉ 2017માં આ મતદાનની ટકાવારી 55.53 ટકા હતી. એટલે કે, આ વખતે મતદાનનો દર પાછલી ચૂંટણીની સરખામણીએ થોડો ઓછો રહ્યો છે. 2017ની BMC ચૂંટણીમાં અવિભાજિત શિવસેના 84 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, જ્યારે ભાજપ માત્ર બે ડગલાં પાછળ 82 બેઠકો પર રહ્યો હતો. કોંગ્રેસને 31, NCPને 9 અને મનસે (MNS) ને 7 બેઠકો મળી હતી. જોકે, આ વખતે રાજ્યની બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ અને પક્ષોમાં થયેલા વિભાજનને કારણે સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

આ પણ વાંચો…ઠાકરે જૂથને ફટકોઃ દહિસરમાં ભાજપનાં તેજસ્વી ઘોસાળકરનો ભવ્ય વિજય

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button