ભાષાકીય વિવાદોની નીકળી હવા: રેખા યાદવે BMC ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, રચ્યો નવો ઈતિહાસ

મુંબઈઃ BMCના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. મુંબઈમાં મરાઠી વિરુદ્દ ઉત્તર ભારતીય વિવાદ સમયાંતરે સામે આવતો રહે છે. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદના નેતૃત્વ હેઠળની શિવસેનાના ઉમેદવાર રેખા યાદવે દહિસરના વોર્ડ નંબર 1થી ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે રેખા યાદવ બીએમસી ચૂંટણી 2026માં જીત મેળવનારી પ્રથમ ઉત્તર ભારતીય મહિલા બની હતી.
શીતલ મ્હાત્રેને આપી હાર
આ મુકાબલો બે ઉમેદવારો વચ્ચે નહીં પરંતુ બે અલગ – અલગ રાજકીય વિચારધારાઓ વચ્ચે હતો. રેખા યાદવ સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શીતલ મ્હાત્રે હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન મુંબઈમાં મરાઠી અને બહારના મુદ્દાની ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ દહિસરની જનતાએ રેખા યાદવને જીતાડીને સ્પષ્ટ કર્યું કે, તેમના માટે સ્થાનિક વિકાસ અને ચહેરો સૌથી મોખરે છે.
રેખા યાદવ આ ચૂંટણીમાં જીત મેળવનારી ઉત્તર ભારતીય સમુદાયની પ્રથમ મહિલા ચહેરો બની છે. કોંગ્રેસની શીતલ મ્હાત્રેને હરાવવા રેખા યાદવ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. શીલત મ્હાત્રે તેના વિસ્તારમાં ખૂબ સક્રિય છે. દહિસર અને આસપાસના વિસ્તારોમાં ઉત્તર ભારતીય મતદારોની મોટી સંખ્યા છે.
આ પણ વાંચો…પાલિકા મહાસંગ્રામઃ મુંબઈમાં સૌથી પહેલા જીતેલા કોંગ્રેસના ઉમેદવારે જીતનો શ્રેય કોને આપ્યો?



