અનુસૂચિત જાતિ, જનજાતિ અનામતથી શિવસેના બંને જૂથોને ફટકો, ભાજપને કોઈ નુકસાન નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અનુસૂચિત જાતિ, જનજાતિ અનામતથી શિવસેના બંને જૂથોને ફટકો, ભાજપને કોઈ નુકસાન નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે અનામતની જાહેરાત થયા પછી અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જાહેર કરવામાં આવેલી અનામતને કારણે શિવસેનાના બંને જૂથોને નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે. જ્યારે ભાજપને કોઈ નુકસાન જોવા મળતું નથી.

રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત અંગે જાહેરનામું બહાર પાડ્યું હોવાથી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતને કારણે, શિવસેનાના બંને જૂથોના 15 ભૂતપૂર્વ કોર્પોરેટરોના વોર્ડ અનામત બની જશે, જ્યારે ભાજપના માત્ર બે ભૂતપૂર્વ કોર્પોરેટરોના વોર્ડ અનામતમાં ગયા છે.

ભાજપના આ બંને ભૂતપૂર્વ કોર્પોરેટરો પહેલાથી જ અનામત શ્રેણીમાંથી ચૂંટાયા છે. તેથી, તેમને કોઈ અસર થશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરનો વોર્ડ પણ અનામત શ્રેણીમાં આવી ગયો છે.

આપણ વાંચો: રાજ્યમાં જિલ્લા પરિષદના પ્રમુખપદ માટે અનામતની જાહેરાત

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને વોર્ડની સીમાઓ નક્કી થયા પછી, બધા ઉમેદવારો અને રાજકીય પક્ષોનું ધ્યાન અનામત પર કેન્દ્રિત થયું છે. રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડીને મુંબઈ મહાનગરપાલિકા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના અનામત માટેના નિયમો જાહેર કર્યા છે.

મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડમાં અનામત બેઠકો ફાળવવાની અને તે બેઠકોને રોટેશનમાં ફેરવવાની પદ્ધતિ – નિયમો 2025ના નામ હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સૂચના અનુસાર, આ વર્ષની ચૂંટણી માટે રોટેશન પદ્ધતિ માટે પ્રથમ ચૂંટણી સ્વીકારવામાં આવી છે. એટલે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતા વોર્ડ અનામત રહેશે.

આપણ વાંચો: Karnataka માં ખાનગી નોકરીઓમાં 100 ટકા અનામતની જાહેરાત બાદ સિદ્ધારમૈયાનો યુ-ટર્ન, ડિલીટ કરી પોસ્ટ

હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મુંબઈમાં કયા વોર્ડ આ નિયમ હેઠળ અનામત રાખવામાં આવશે. મુંબઈમાં 15 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 2 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે. આ 17 બેઠકોમાંથી, પંદર બેઠકો પર શિવસેનાના બંને જૂથોના ભૂતપૂર્વ કોર્પોરેટરો છે, જ્યારે ફક્ત બે બેઠકો પર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટરો છે.

આમાં ઠાકરેની શિવસેનાના આઠ, એકનાથ શિંદેની પાર્ટીના પાંચ અને કોંગ્રેસના બે ભૂતપૂર્વ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના બે કોર્પોરેટરોમાંથી ગંગા માને શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હોવાથી તેમની પણ સમસ્યા છે.

અગાઉ, મુંબઈમાં પરિપત્ર રીતે અનામત જારી કરવામાં આવી હતી. તેથી, 2007, 2012, 2017માં ઉતરતા ક્રમમાં અનામત આપવામાં આવી હતું. એટલે કે, 2007 માં અનામત રાખેલા વોર્ડને બાદ કરતાં, નીચેના વોર્ડમાં અનામત આપવામાં આવી હતી, જોકે આ વખતે ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર ભાલચંદ્ર શિરસાટે નવી અનામતની શક્યતા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારના જાહેરનામાએ તેની પુષ્ટિ કરી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button