આમચી મુંબઈ

BMC Election 2026: ભારતના આ પાંચ રાજ્યોના કુલ બજેટ કરતાં પણ વધારે છે મુંબઈ મહાનગર પાલિકાનું બજેટ…

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. નવ વર્ષ બાદ પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. મુંબઈ મહાનગર પાલિકાની ગણતરી એશિયાની સૌથી ધનવાન પાલિકા તરીકે કરવામાં આવે છે.

ફાઈનાન્શિયલ યર 2025-26 માટે પાલિકાએ 74,427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું અને તમને જાણીને નવાઈ લાગશે કે પાલિકાનું આ બજેટ ભારતના અનેક રાજ્યોના બજેટ કરતાં વધારે છે. ચાલો જાણીએ કયા છે આ રાજ્યો કે જેમના કુલ બજેટ કરતાં પણ મુંબઈ મહાનગર પાલિકાનું બજેટ વધારે છે…

આપણ વાચો: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી પર લાગ્યું ગ્રહણ, નાગિરકોને માસ્ક પહેરીને મતદાન કરવાની અપીલ, કારણ જાણીને…

મળતી માહિતી અનુસાર મુંબઈ મહાનગર પાલિકાએ 74,427 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતુ અને આ બજેટ ભારતના પાંચ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશના બજેટ કરતાં વધારે છે. એટલું જ નહીં પણ તમને એ જાણીને વધારે નવાઈ લાગશે કે આ રકમ દુનિયાભરના 50 નાના દેશોની જીડીપી કરતાં પણ વધારે છે, જેમાં ભૂટાન, માલદીવ, ફિજી જેવા દેશોનો સમાવેશ થાય છે.

પાલિકાની આ સમૃદ્ધિ પ્રોપર્ટી ટેક્સ અને મહેસૂલને કારણે આટલી વધારે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો 2026-26માં પ્રોપર્ટી ટેક્સથી પાલિકાને 5200 કરોડ રૂપિયાની આવક થઈ હતી અને કુલ મહેસૂલી આવકની વાત કરીએ તો તે આશરે 43,159 કરોડ રૂપિયા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આપણ વાચો: ‘આજે પણ અમે 10 મિનિટમાં મુંબઈ બંધ કરી શકીએ છીએ’ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સંજય રાઉતનું મોટું નિવેદન…

ગોવાઃ

2025-26 માટે ગોવાનું બજેટ 28,162 કરોડ રૂપિયા જેટલું હતું. આ આંકડો બીએમસીના કુલ બજેટના અડધાથી પણ ઓછો છે. ગોવાના ખર્ચમાં રેવેન્યુ એક્સપેન્સ તરીકે 20,299 કરોડ રૂપિયા અને કેપિટલ એક્સપેન્સ તરીકેના 7,863 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ટુરિઝમથી થનારી આવકને એડ કર્યા બાદ પણ ગોવાના આખા રાજ્યના બજેટલી સરખામણીએ એક શહેરની પાલિકાના ફાઈનાન્સ સાથે કરવામાં આવે તો એ ખૂબ જ મામૂલી લાગે છે.

ત્રિપુરાઃ

ત્રિપુરાની વાત કરીએ તો 2025-26 માટે ત્રિપુરાનું બજેટ હતું 32,423 કરોડ રૂપિયા. આ આંકડો બીએમસીના કુલ બજેટના 43 ટકા જેટલો છે. ત્રિપુરાએ એજ્યુએક્શન માટે 6,166 કરોડ રૂપિયા, મેડિકલ માટે 1948 કરોડ રૂપિયા તેમ જ એગ્રિકલ્ચર માટે 1,885 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

મણિપુરઃ

નાણાંકીય વર્ષ 2025-2026 માટે મણિપુરનું બજેટ હતું 35,103 કરોડ રૂપિયા હતું. આ બીએમસી બજેટનું લગભગ અડધું બજેટ છે. જેમાં 9,520 કરોડ રૂપિયા સોશિયલ સેક્ટર માટે ફાળવવામાં આવ્યા છે. આ સિવાય કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ માટે 2,000 કરોડ રૂપિયાથી વધુ રાખવામાં આવ્યા છે.

અરુણાચલ પ્રદેશઃ.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્ય તરીકે જેની ગણતરી કરવામાં આવે છે અરુણાચલ પ્રદેશનું બજેટ પણ મુંબઈ મહાનગર પાલિકાના બજેટ કરતાં ઓછું છે. 2025-26 માટે અરુણાચલ પ્રદેશનું બજેટ 39,842 કરોડ રૂપિયા છે. તમારી જાણ માટે કે બીએમસીના બજેટ કરતાં આ બજેટ 35,000 કરોડ રૂપિયા ઓછું છે.

લદ્દાખઃ

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની વાત કરીએ તો વર્ષ 2025-26 માટે લદ્દાખનું બજેટ હતું 4,962 કરોડ રૂપિયા. આનો સીધેસીધો અર્થ એવો થાય છે કે મુંબઈ મહાનગર પાલિકા લદ્દાખ કરતાં 16 ગણા વધારે બજેટ સાથે કામ કરે છે.

છે ને એકદમ ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button