Top Newsઆમચી મુંબઈ
BMC Election 2026: બોલો રાજ્યના વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકને જ મતદાન કેન્દ્ર શોધવામાં ફાફા પડ્યા…

મુંબઈ: રાજ્ય વન ખાતાના પ્રધાન ગણેશ નાઈક પણ આજે મતદાન કરવા મતદાન કેન્દ્ર પર શોધતા ફરી રહ્યા હતા. નવી મુંબઈમાં મતદાન કરવા પહોંચેલા ગણેશ નાઈકને તેમનું પોલિંગ બુથ સેન્ટ મેરી સ્કૂલમાં હોવાનું જણાવ્યું હતું. ત્યાં પહોંચીને તેમને તેમનું નામ અહીં ના હોઈ સીબીએસઈ સ્કૂલમાં હોવાનું જણાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. સીબીએસઈ સ્કૂલમાંથી ગણેશ નાઈકને તેમનું પોલિંગ બુથ સેન્ટ મેરી સ્કૂલ જ છે એવી માહિતી મળી.
આ આખા પ્રકરણને કારણે ગણેશ નાઈક રોષે ભરાયા હતા. તેમણે ચૂંટણી પંચની અવ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા જો અમને જ આટલી ભાગદોડ કરવી પડે છે તો સામાન્ય નાગરિકના શું હાલ થશે એવો સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો.
આપણ વાંચો: આજે ૧,૭૦૦ ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થશે રાજકીય પક્ષોનો બળવાખોરો મતોનું વિભાજન કરશે…



