આમચી મુંબઈ

BMC Election 2026: 2017માં મુંબઈ મહાનગર પાલિકામાં કોણ બાજી મારી હતી, શું કહે છે નવ વર્ષ પહેલાં આંકડા, 2026માં બદલાશે સ્થિતિ?

મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આજે યોજાઈ રહી છે. મુંબઈ મહાનગર પાલિકાની ગણતરી એશિયાની સૌથી ધનવાન મહાપાલિકામાં કરવામાં આવે છે. ચૂંટણીના પરિણામો તો આવતીકાલે આવશે, પરંતુ 2017ની વાત કરીએ તો ચાલો એક નજર કરીએ એ સમયે ચૂંટણી દરમિયાન શું થયું હતું અને કોના હાથમાં સત્તા આવી હતી એના પર…

2026માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ એ પહેલાં 2017માં મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. 21મી ફેબ્રુઆરી, 2017ના 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં શિવસેના (અવિભાજિત) આ એકમાત્ર મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો હતો. શિવસેનાના 84 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 82 બેઠકો મળી હતી. 2017મી ચૂંટણીમાં કોંગ્રેસ 31 જગ્યા પર જિત મેળવી હતી. રાષ્ટ્રવાદી અને મનસેને અનુક્રમે 9 અને 7 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીએ 6, એઆઈએમઆઈએમને બે બેઠકો મેળવી હતી. જેની સામે અપક્ષને 6 બેઠકો પર વિજય મળ્યો હતો.

2017ની મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 55.53 ટકા મતદાન થયું હતું. એ સમયે કુલ મતદાતાની સંખ્યા 91,80,654 હતી, જેમાંથી 50,97,840 લોકોએ મતદાન કર્યું હતું. મુંબઈ મહાનગર પાલિકાની 227માંથી 114 જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત હતી અને 149 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે અનામત હતી. 15 બેઠક અનુસૂચિત જનજાતિ, 2 જગ્યા અનુસૂચિ જાતિ અને 61 બેઠક બીસીસી વર્ગ માટે અનામત હતી.

આવતીકાલે એટલે કે 16મી જાન્યુઆરીનો દિવસ તો મુંબઈ મહાનગર પાલિકા સહિત અન્ય મહાપાલિકાઓ માટે મહત્ત્વનો સાબિત થશે, કારણ કે આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે અને આખું ચિત્ર સ્પષ્ટ થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button