આમચી મુંબઈ

ગોરેગામ-મુલુંડ લિંકને પહોળો કરવાને અવરોધરૂપ બનેલા ધાર્મિક સ્થળનું ડિમોલીશન


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના કોસ્ટલ રોડ બાદ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ગોરેગામ-મુલુંડ લિંક (જીએમએલઆર)માં પ્રસ્તાવિત ટનલ તરફ જતા રસ્તામાં અડચણરૂપ બની રહેલા ચાર દાયકા જૂના મંદિરને શુક્રવારે તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિર રસ્તાની બરોબર વચ્ચે આવેલું હતું. ધાર્મિક સ્થળને તોડી પાડવાનું કામ અત્યંત સંવેદનશીલ હોવાથી મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને શાંતિપૂર્વક ડિમોલીશનનું કામ પાર પાડ્યું હતું. આ અગાઉ જોકે મંદિરના સત્તાધીશોને તે માટે વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું.

| Also Read:

કોસ્ટલ રોડના કામમાં થયેલા વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૧૪ કરોડનો દંડ: આરટીઆઈમાં થયો ખુલાસો

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ૧૭ ઑક્ટોબર, ૨૦૨૪ના મંદિરને ખાલી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીએમસીના સ્પેશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના ભાગરૂપે જીએમએલઆરને આડે આવતા અનેક બાંધકામ આ અગાઉ પણ તોડી પાડીને રસ્તો સાફ કરવામાં આવ્યો છે. જોકે ૨૦૦ ચોરસસ ફૂટનું કાલી માતાનું મંદિર રસ્તાની બરોબર વચ્ચે આવતું હતું. ૧૮ ઑક્ટોબરના રોજ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિરનું એક ખાનગી સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અત્યંત શાંતિપૂર્વક આ કામ પાર પાડવામાં આવ્યું હતું.

શુક્રવારી ડિમોલીશનની કાર્યવાહી દરમિયાન પાંચ આસિસ્ટન્ટ એન્જિનિયર, કર્મચારી, લેબર, એક જેસીબી, એક ડમ્પર અને ૨૦ મજૂરોની મદદથી હાથ ધરવામાં આવી હતી.

| Also Read: Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે સીટ- શેરિંગની ફોર્મ્યુલા નક્કી : સૂત્ર

પ્રસ્તાવિત જીએમએલઆર રોડ લગભગ ૪૫.૭૦ મીટર પહોળો હોવાની ધારણા છે. તે ૧૨ કિલોમીટર લાંબો પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો રહેશે, જેમાં પાંચ-પાંચ લેન હશે. ગોરેગામ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને નાહુર નજીક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી શરૂ થશે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં બીએમસીએ પૂર્વ ઉપનગરમાં ભાંડુપમાં પંચાવન ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા હતા, જે જીએમએલઆર પ્રોજેક્ટમાં અવરોધરૂપ બની રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button