મરીન ડ્રાઈવમાં હવે પોસ્ટર લગાવનારની ખેર નથી...

મરીન ડ્રાઈવમાં હવે પોસ્ટર લગાવનારની ખેર નથી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈની આન, બાનને શાન ગણાતા ક્વીન નેકલસ પરિસર એટલે કે મરિન ડ્રાઈવ પરિસરના સૌંદર્યને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગર પાલિકાની મંજૂરી વગર કોઈ પણ પ્રકારના હૉર્ડિંગ્સ, બેનર વગેરે હવેથી અહીં લગાડી શકાશે નહીં.

પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ બુધવારે નરિમન પોઈન્ટથી ગિરગામ ચોપાટી સુધીના આખા મરીન ડ્રાઈવ પરિસરમાં ફરીને પગે ફરીને પાલિકા અધિકારી તથા પોલીસ અધિકારીઓને અનેક સૂચનાઓ આપી હતી.

જેમાં આ પરિસરનું સૌંદર્ય વધુ ખૂલી ઉઠે તેના પર ભાર આપતા તેમણે કહ્યું હતું કે મંજૂરી વગર આ પરિસરમાં કોઈ પણ પ્રકારના હૉર્ડિંગ્સ અને બેનર લાગવા જોઈએ નહીં.

વહેલી સવારની પોતાની મરીન ડ્રાઈવની મુલાકાત દરમ્યાન કમિશનરે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આટ્સ (એનસીપીએ) પરિસરમાં બિનઆવશ્યક બૅરિકેડ્સ અને સાઈન બોર્ડ હટાવવાની સૂચના આપી હતી.

મરીન ડ્રાઈવ વિસ્તારમાં ચાલવા આવતા લોકોને બેસવા માટે વધારાના આસનની સગવડ ઊભી કરવાની અને વીજળીના થાંભલા બરોબર ચાલતા હોવા પર ધ્યાન આપવા કહ્યું હતું.

તેમ જ મરીન ડ્રાઈવ પરિસરમાં અનેક ઉપાય યોજના અમલમાં મૂકી હોવા છતાં નાગરિકો ડિવાઈડર ઓળંગતા હોવાથી અનેક સમસ્યા સર્જાતી હોવાથી તનો ઉપાય શોધવાની સૂચના પાલિકા સહિત પોલીસના અધિકારીઓને તેમણે આપી હતી.

આ પણ વાંચો…શિવાજી પાર્કની ધૂળને સમસ્યાને દૂર કરવા આઈઆઈટીની મદદ લેવાશે: બીએમસી…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button