બીએમસીએ કોન્ટ્રાક્ટરના રોડ ટેન્ડર રદ કર્યાં, ₹૫૦ કરોડનો દંડ લાદ્યો | મુંબઈ સમાચાર

બીએમસીએ કોન્ટ્રાક્ટરના રોડ ટેન્ડર રદ કર્યાં, ₹૫૦ કરોડનો દંડ લાદ્યો

મુંબઇ: રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ એ મુંબઈમાં ૨૧૨ રસ્તાઓના કોંક્રીટાઇઝેશનમાં કરેલી નબળી કામગીરીને કારણે બીએમસી દ્વારા તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. બીએમસી કોન્ટ્રાક્ટર પર ₹૫૦ કરોડથી વધુનો દંડ ફટકારશે.
રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડએ શહેરમાં રોડ કોંક્રીટાઇઝેશન માટે ₹૬,૦૮૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલી પાંચ કંપનીઓમાંની એક હતી. અન્ય ચાર કંપનીઓ પણ બીએમસી દ્વારા તપાસ હેઠળ છે. ૨૧૨ રસ્તાઓ માટે નવા ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યા છે.
રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ એ આ વર્ષે જાન્યુઆરીમાં અંદાજિત ₹૧,૨૦૦ કરોડના ખર્ચે રોડ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. તે પાંચ કંપનીઓમાંની એક છે જેણે સમગ્ર શહેરમાં ₹૬૦૮૦-કરોડ, ૪૦૦-કિમી રોડ કોન્ક્રીટાઇઝેશન કોન્ટ્રાક્ટ કર્યા હતા. ચોમાસાને બાદ કરતાં તમામ કંપનીઓ માટે ૨૪ મહિનાની સમય મર્યાદા હતી.આ વર્ષે એપ્રિલમાં, બીએમસીએ વર્ક ઓર્ડર મળ્યાના ત્રણ મહિના પછી પણ કામ શરૂ કરવામાં નિષ્ફળ રહેવા બદલ અને પ્રગતિમાં વિલંબ બદલ પાંચમાંથી ત્રણ ફર્મ પર ₹૧૬ કરોડનો દંડ અને કારણ બતાવો નોટિસ લગાવી હતી.અન્ય ચાર કંપનીઓ જેમણે રોડ સિમેન્ટ-કોંક્રીટાઇઝિંગનું કામ કર્યું હતું તે પણ હવે બીએમસીના રડાર પર છે. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર મકરંદ નારવેકર આ મામલે વ્હિસલબ્લોઅર હતા, આ મામલાએ રાજકીય વળાંક લીધો જ્યારે શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ ગયા અઠવાડિયે ફરિયાદ કરી હતી કે ગયા શુક્રવારે કોન્ટ્રાક્ટરની સમાપ્તિ અંગેની અંતિમ સુનાવણી થઇ હોવા છતાં રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને સમાપ્તિની નોટિસના એક અઠવાડિયા પછી પણ, બીએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉ

સંબંધિત લેખો

Back to top button