પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોની મિલકતની હરાજી…
આગામી ૨૧ દિવસમાં ટેક્સ નહીં ભર્યો તો મિલકતી હરાજી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક વખત નોટિસ આપ્યા બાદ પણ પાંચ મિલકતધારકો લગભગ ૨૭ કરોડ રૂપિયાથી વધુ પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આનાકાની કરી રહ્યા હતા.
તેથી મુંબઈ મહાનગરપાલિકાના ટેક્સ એેન્ડ અસેસમેન્ટ ડિપાર્ટમન્ટે તેમની મિલકતની નિલામી કરવાનો નિર્ણય લીધો છે અને તે સંદર્ભમાં સંબંધિતોને નોટિસ આપવામાં આવી છે. આગામી ૨૧ દિવસમાં ડિફોલ્ટરોએ પ્રોપર્ટી ટેક્સ નહીં ભર્યો તો પાલિકા તેમની મિલકતની નિલામી કરી દેશે.
જેમાં વિલેપાર્લેની હોટલ, ચુનાભટ્ટીની જમીન સહિત અબ્દુલ રહમાન માર્ગ, બોરીવલી અને ચેમ્બુરની મિલકતનો સમાવેશ થાય છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાંચ પ્રોપર્ટીની નિલામી થવાની છે, એ સિવાય અન્ય ૧૩ પ્રોપર્ટીના ઓક્શનને લઈને પણ પ્રક્રિયા ચાલી રહી છે.
પાલિકા દ્વારા જે પાંચ પ્રોપર્ટીનું ઓક્શન થવાનું છે, તેમાં એક્ઝિક્યુટીવ એન્જિનિયરિંગ ગર્વમેન્ટ હાઉસિંગ બોર્ડના ૧૯,૩૬,૩૭,૬૨૭ રૂપિયા, શાંતિ સદનના ૩,૨૮,૩૭,૮૦૫ રૂપિયા, હાઉસિંગ કમિશનર-મુંબઈના ૨,૭૦,૬૩,૫૦૨ રૂપિયા, મિનોચાર માણિકશા ગાંધીના ૨,૨૪,૪૩,૯૩૨ રૂપિયા, રજની હાઉસના ૩૧,૮૧,૫૨૪ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો નથી.
આ પણ વાંચો…મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો