આમચી મુંબઈ

કહો મુંબઈગરા, કેવું સેન્ટ્રલ પાર્ક જોઇએ છે તમને?

પાલિકાએ સેન્ટ્રલ પાર્ક માટે મુંબઈગરાઓ પાસે મગાવ્યા સૂચનો

મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સ પર ભવ્ય એવું આંતરરાષ્ટ્રીય કક્ષાના સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવનાર છે અને એ માટે જરૂરી જમીન પણ મુંબઈ મહાનગરપાલિકાએ હસ્તગત કરી લીધી છે.
જોકે, સેન્ટ્રલ પાર્કનો અંતિમ પ્લાન-નકશો તૈયાર કરવામાં આવે એ પૂર્વે પાલિકાએ મુંબઈગરાઓ પાસેથી સેન્ટ્રલ પાર્ક બનાવવા અંગે સૂચનો અને વાંધા-તકરાર મગાવ્યા છે. હાલ રેસકોર્સનો વિસ્તાર મનોરંજન મેદાન માટે અનામત શ્રેણીમાં આવે છે અને તેમાં ફેરફાર પણ કરવામાં આવશે.

મહાલક્ષ્મી રેસકોર્સ પર આશરે 120 એકર વિસ્તારમાં અને તેની સાથે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના 175 એકર ક્ષેત્ર એમ કુલ 300 એકર વિસ્તારમાં સેન્ટ્રલ પાર્ક બનાવવામાં આવશે.
મહાલક્ષ્મી રેસકોર્સની જમીનની કુલ 211 એકરમાંથી 19 એકર જમીન 30 વર્ષના ભાડા કરાર પર રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડને આપવાના કરાર પર જુલાઇ મહિનામાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હસ્તાક્ષર કર્યા હતા. જેને પગલે 120 એકર જમીન મુંબઈ પાલિકાને મળી હતી. જ્યાર પછી ન્યુ યોર્ક, લંડનમાં આવેલા સેન્ટ્રલ પાર્કની જેમ મુંબઈમાં પણ સેન્ટ્રલ પાર્ક ઊભું કરવાની યોજના પાટે ચઢી હતી.

આ સેન્ટ્રલ પાર્ક એકથી બે વર્ષમાં તૈયાર કરવાની પાલિકાની યોજના છે અને અહીં પાકથી અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવીને તેને કોસ્ટલ રોડ સાથે જોડવાની યોજના પણ છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. જેને પગલે બાવીસ સપ્ટેન્બર સુધી મુંબઈના નાગરિકોને આ સેન્ટ્રલ પાર્ક માટે પોતાની તકરારો અને સૂચનો પાલિકાને મોકલવાનું જણાવવામાં આવ્યું છે. નાગરિકોની સૂચનાઓના આધારે તેના પર અભ્યાસ કરીને યોગ્ય જણાય તો યોજનામાં ફેરફાર કરવા માટે પાલિકાની તૈયારી છે. નાગરિકોના સૂચન અને ભલામણ બાદ પાલિકા યોજનાનો અંતિમ અહેવાલ તૈયાર કરશે અને તે મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવાશે. સેન્ટ્રલ પાક્રમાં રમવાના મેદાનો, બગીચા, બોટેનિકલ ગાર્ડન, વૉકિંગ ટ્રેલ, ચિલ્ડ્રન પાર્ક, કળા-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલાયદી વ્યવસ્થા વગેરેનો સમાવેશ પાલિકાએ બહાર પડાલી નોટિસમાં થાય છે. થીમ પાર્ક ઊભું કરી શકાય એ રીતે યોજના તૈયાર કરવામાં આવળે, તેમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. નાગરિકો પોતાના સૂચનો અને તકરાર પાલિકાના વિકાસ-નિયોજન ડિપાર્ટમેન્ટને મોકલાવી શકશે તેમ જ પાલિકા કાર્યાલયમાં પણ આપી શકશે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…