આમચી મુંબઈમહારાષ્ટ્ર
કુર્લામાં આટલા ગેરકાયદે બાંધકામ પર બીએમસીનો હથોડો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા (પશ્ચિમ)માં સ્ટેશન બહાર એસ.જી. બર્વે માગ પર તેમ જ કુર્લા રેલવે સ્ટેશનને લાગીને આવેલા રોડ પર રહેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી શુક્રવાર હાથ ધરી હતી.

પાલિકાના ‘એલ’વોર્ડના જણાવ્યા મુજબ ૨૫ દુકાનો સામે રહેલી ફૂટપાથ પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હતા અને તેનો ઉપયોગ બહાર બાંકડા લગાવીને સામાન વેચવામાં કરવામાં આવી રહ્યો હતો. તેને કારણે રાહદારીઓને અડચણનો સામનો કરવો પડતો હતો