આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપને ઝટકોઃ માઢાની ટિકિટ નહીં મળતા નારાજ નેતાએ આપ્યું રાજીનામું

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અજિત પવાર જૂથ સાથે મહાયુતિ ગઠબંધન કર્યું છે. જોકે આ મહાયુતિને લીધે ટિકિટ નહીં મળતા ભાજપના અનેક મોટા નેતાઓએ પક્ષ બદલો કર્યો છે અને હવે મહારાષ્ટ્રના માઢા લોકસભા બેઠક પર ટિકિટ નહીં મળતા નારાજ ધૈર્યશીલ મોહિતે પાટીલે ભાજપને ‘રામ રામ’ કહી મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પાસે પોતાનું રાજીનામું આપ્યું હતું.

એક અહેવાલ મુજબ ધૈર્યશીલ મોહિતે પાટીલ શરદ પવાર જૂથના સંપર્કમાં છે અને તેઓ શરદ પવાર જૂથના ટિકિટ પરથી માઢાની ચૂંટણી લડશે એવી શક્યતા છે તેમ જ 14 એપ્રિલે ધૈર્યશીલ મોહિતે શરદ પવાર જૂથમાં સામેલ થવાની જાહેરાત કરીને માઢાની બેઠક પર ચૂંટણી લડવા માટે નોંધણી કરાવશે. જોકે આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે ટિકિટ નહીં મળતા નારાજ નેતા ધૈર્યશીલ મોહિતે પાટીલ માઢાથી એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાન વિજયસિંહ મોહિતે પાટીલના ભત્રીજા છે. જોકે ધૈર્યશીલ મોહિતે 2019માં ભાજપમાં સામેલ થયા હતા, પણ ભાજપે ધૈર્યશીલ મોહિતેના બદલે હાલના સાંસદ રણજિતસિંહ નાઇક નિમ્બાલકરને ટિકિટ આપતા તેઓ ભાજપથી નારાજ થયા હતા, જેથી ધૈર્યશીલ મોહિતે ભાજપમાંથી રાજીનામું આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. તેમ છતાં મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીમાં નેતાઓના પક્ષ બદલાનું પ્રકરણ હજુ પણ ચાલી જ રહ્યું છે. મહાયુતિ સાથે મહાવિકાસ આઘાડીના નેતાઓ પણ ચૂંટણીની ટિકિટ નહીં મળતા પક્ષપલટો કરી રહ્યા છે.

આ બંને ગઠબંધન વચ્ચે હજુ સુધી સીટની વહેંચણીનો મુદ્દો ઉકેલાયો નથી. બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલવા માટે મહારાષ્ટ્રના અનેક મોટા નેતાઓ દિલ્હી જઈને ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker