આમચી મુંબઈ

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મધ્ય, હાર્બર રેલવેમાં બ્લોક

મુંબઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ રવિવાર 14 એપ્રિલે ઉજવવામાં આવવાની છે. બાબાસાહેબને અભિવાદન કરવા મુંબઈની આસપાસથી હજારો લોકો મુંબઈમાં આવવાના છે, જોકે મુંબઈના મધ્ય રેલવે દ્વારા વિવિધ કામકાજ માટે બ્લોક લેવામાં આવવાનો છે, જેથી રવિવારે લોકલ ટ્રેનનો પ્રવાસ કરનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આજે મધ્ય રેલવેના થાણે અને કલ્યાણ વચ્ચે અપ અને ડાઉન બંને લાઇનમાં સવારે 11 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. થાણે-કલ્યાણ દરમિયાન લેવામાં આવતા બ્લોકને લીધે માર્ગની સ્લો લોકલ ટ્રેનોને ફાસ્ટ માર્ગ પર ડાઇવર્ટ કરવામાં આવશે, જેથી ડોમ્બિવલી, દીવા, મુંબ્રા, કલવા અને થાણે આ સ્ટેશન પર સ્લો લોકલ ટ્રેનોને ઊભી રાખવામાં આવશે અને ઠાકુર્લી, કોપર સ્ટેશન પર બ્લોક દરમિયાન કોઈપણ ટ્રેનો ઊભી નહીં રહેશે. બ્લોકને લીધે સ્લો ટ્રેનોને પણ ફાસ્ટ લાઇનમાં દોડાવતા લોકલ સેવા 10-15 મિનિટ સુધી મોડી પડશે, એવી માહિતી રેલવે દ્વારા આપવામાં આવી હતી.

મધ્ય રેલવેના હાર્બર લાઇનમાં કુર્લા-વાશી અપ-ડાઉન માર્ગમાં સવારે 11.10થી બપોરે 4.10 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. હાર્બર લાઇનના બ્લોકને લીધે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ/બેલાપુર/વાશી દરમિયાનની લોકલ સેવા પૂર્ણ પણે રદ રાખવામાં આવી છે. આ સાથે સીએસએમટી-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે પ્રવાસીઓની સગવડ માટે વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button