આમચી મુંબઈ

આજે મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક

મુંબઈ: મુંબઈ ડિવિઝનમાં નવા વર્ષે એટલે સાત જાન્યુઆરીએ ૨૦૨૪નો પહેલો બ્લોક લેવામાં આવવાનો છે. મુંબઈના મધ્ય અને હાર્બર માર્ગમાં બ્લોક હાથ ધરવામાં આવશે.

આ બ્લોકને લીધે મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન બંને લાઇન પર દોડતી ટ્રેનોને અસર થશે. રેલવેએ આપેલી માહિતી મુજબ આ માર્ગમાં સવારે ૧૧.૩૦ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. બ્લોકના સમયમાં માટુંગાથી મુલુંડની અપ અને ડાઉન માર્ગની દરેક ફાસ્ટ ટ્રેનને સ્લો માર્ગ પર દોડાવવામાં આવશે, જેથી ટ્રેનો ૧૦-૧૫ મિનિટ મોડી દોડે એવી શક્યતા છે. હાર્બર લાઇનમાં પણ બ્લોક લેવામાં આવવાનો છે. હાર્બર માર્ગમાં પનવેલથી વાશી દરમિયાન સવારે ૧૧ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી અપ અને ડાઉન બંને માર્ગમાં બ્લોક લેવામાં આવશે. આ દરમિયાન હાર્બર લાઇનમાં પનવેલથી વાશી અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં પનવેલથી નેરૂળ દરમિયાનની દરેક ટ્રેનોને રદ કરવામાં આવશે. બ્લોક સમયે નાગરિકોને મુસાફરીમાં તફલીફ ન પડે તે માટે સીએસએમટીથી વાશી દરમિયાન એક વિશેષ લોકલ રેલવે દ્વારા દોડાવવામાં આવવાની છે. આ સાથે ટ્રાન્સ હાર્બર માર્ગમાં વાશીથી થાણે-નેરૂળ વચ્ચેની લોકલ ટ્રેનોને નિયમિત પણે શરૂ રાખવામા આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો