મધ્ય રેલવેમાં આજે રાતે બ્લોક
મુંબઈ: મધ્ય રેલ્વેના ઉલ્હાસનગર સ્ટેશન નજીકના ફૂટ ઓવર બ્રિજના કામ માટે કલ્યાણ અને અંબરનાથ અપ અને ડાઉન માર્ગ પર શનિવારે એટકે કે આજે રાતે ૧.૨૦ વાગ્યાથી રાતે બે કલાક માટે આ બ્લોક લાગુ કરવામાં આવશે.
કલ્યાણ અને અંબરનાથ અપ અને ડાઉન માર્ગ પરના બ્લોકને લીધે અનેક લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં રાતે ૧૧.૫૧ વાગ્યાની સીએસએમટીથી અંબરનાથ લોકલ અને ૧૦.૦૫ અને ૧૦.૧૫ વાગ્યાની અંબરનાથથી સીએસએમટી જતી લોકલ રદ કરવામાં આવશે.
ફૂટ ઓવર બ્રિજના કામ માટે લાદવામાં આવેલા બ્લોકને લીધે સીએસએમટીથી અંબરનાથ જતી ૧૨.૦૪ની લોકલને કુર્લા સુધી અને સીએસએમટીથી કર્જત જતી ૧૨.૨૪ ની લોકલને થાણે સુધી જ ચલાવવામાં આવશે. સાથે જ કર્જતથી સીએસએમટી રવાના થતી લોકલ ૨.૩૩ વાગ્યાની લોકલ સવારે ચાર વાગીને ચાર મિનિટે છોડવામાં આવશે.
મધ્ય રેલવેએ માહિતી આપી હતી કે સીએસએમટીથી કર્જત જનારી છેલ્લી લોકલ સાડા અગિયાર વાગ્યે છૂટશે અને ખપોલીથી સીએસએમટી જતી લોકલ ૧૦.૧૫ વાગ્યે રવાના થશે. સીએસએમટીથી કર્જત જનારી પહેલી લોકલ સવારે ૪.૪૭ વાગ્યે રવાના કરવામાં આવશે જેની માહિતી મધ્ય રેલવે પ્રશાસને જારી કરી છે.