આજે મધ્ય રેલવેમાં બ્લોક | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આજે મધ્ય રેલવેમાં બ્લોક

મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર રવિવારે ૨૧ જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લોક હાથ ધરવામાં આવવાનો છે.

મુંબઈ ડિવિઝનમાં રેલવેમાં મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક લેવામાં આવવાનો છે. આ દરમિયાન માર્ગમાં વિવિધ મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરવામાં આવવાના છે. મુંબઈમાં આજથી કાલાઘોડા ફેસ્ટિવલ જેવા અનેક જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. એટલે તમે રેલવેનું આ ટાઈમટેબલ જોઈને જ તમારો પ્લાન બનાવજો. મુંબઈ રેલવેની મુખ્ય મધ્ય લાઇનમાં સવારે ૧૦.૫૦ વાગ્યાથી લઈને બપોરે ૩.૪૬ વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. જેથી આ સમય દરમિયાન મધ્ય રેલવેના મુલુંડથી માટુંગા અપ માર્ગમાં ફાસ્ટ લાઇન પર દોડતી ટ્રેનોને અસર થવાની છે. આ સ્ટેશન વચ્ચે બ્લોકને લોધે બધી ફાસ્ટ ટ્રેનોને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે જેથી ટ્રેનો ૧૫-૨૦ મિનિટ સુધી મોડી પડે એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

મધ્ય રેલવેના હાર્બર માર્ગમાં પણ કુર્લા-વાશી અપ અને ડાઉન માર્ગ પર સવારે ૧૧.૧૦ વાગ્યાથી બપોરે ૪.૧૦ વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો છે. તેમ જ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી સવારે ૧૦.૩૪થી બપોરે ૩.૩૬ વાગ્યા સુધી વાશી, બેલાપુર અને પનવેલ જતી દરેક ટ્રેન સેવાને બંધ રાખવામાં આવશે, અને આ સાથે પનવેલ, બેલાપુર અને વાશીથી સવારે ૧૦.૧૬ વાગ્યાથી બપોરે ૩.૪૭ વાગ્યા સુધીની સીએસએમટી જતી બધી ટ્રેન સેવાને પણ રદ કરવામાં આવી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button