આજે મધ્ય રેલવે અને હાર્બર લાઇનમાં બ્લોક | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આજે મધ્ય રેલવે અને હાર્બર લાઇનમાં બ્લોક

મુંબઈ: રવિવાર વર્ષ ૨૦૨૩નો છેલ્લો દિવસ છે. નવા વર્ષની ઉજવણી માટે શહેરમાં પ્રવવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રવિવારે રેલવે માર્ગ પર લેવામાં આવતા બ્લોકને રદ કરવાનો નિર્ણય લીધો છે. પણ મધ્ય રેલવે દ્વારા માટુંગાથી મુલુંડ અને હાર્બર લાઇન પર પનવેલથી વાશી દરમિયાન રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે. રવિવારે મધ્ય રેલવેમાં હાથ ધરવામાં આવેલા બ્લોકને લીધે આ માર્ગ પરની અનેક લોકલ ટ્રેનોની સેવાને અસર થશે. મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડના અપ અને ડાઉન માર્ગ પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૫૫ સુધી બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. આ દરમિયાન અનેક લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે અને આ બ્લોક દરમિયાન ડાઉન માર્ગની દરેક ફાસ્ટ ટ્રેનોને માટુંગાથી મુલુંડ દરમિયાન સ્લો લાઇનમાં દોડાવવામાં આવશે અને થાણે પછી તેને ફરી ફાસ્ટ લાઇનમાં ડાઇવર્ટ કરવામાં આવશે. આ સાથે અપ માર્ગમાં પણ ફાસ્ટ ટ્રેનને મુલુંડથી માટુંગા સુધી સ્લો લાઇનમાં દોડાવવામાં આવશે. આ બ્લોકને લીધે ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડી પડે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.

હાર્બર લાઇનમાં પનવેલથી વાશી દરમિયાન સવારે ૧૧.૦૫થી બપોરે ૪.૦૫ વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. અપ અને ડાઉન માર્ગના આ બ્લોક દરમિયાન મુંબઈ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ, થાણેથી વાશી/નેરૂળ અને થાણેથી પનવેલ દરમિયાનની લોકલને રદ કરવામાં આવી છે. આ દરમિયાન સીએસએમટીથી વાશી વચ્ચે ખાસ લોકલને દોડાવવામાં આવશે અને બેલાપુર/નેરૂળ-ખારકોપર દરમિયાનની લોકલ સેવાઓ પણ પૂર્ણ પણે બંધ રાખવામા આવશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button