બોઈસર યાર્ડમાં બ્લોક, પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી દહાણુ રોડ જતી ટ્રેનો આંશિક રીતે રદ
મુંબઈ: પશ્ચિમ રેલવેના બોઈસર યાર્ડમાં ટ્રેનની ઝડપને કલાકે 160 કિલોમીટર વધારવાનું કામ પૂર્ણ કરવા માટે સાત એપ્રિલ રવિવારે પાવર બ્લોક હાથ ધરવામાં આવ્યો છે. પાવર બ્લોકને લીધે બોઈસર યાર્ડમાં અપ અને ડાઉન બંને માર્ગ પર સવારે 10થી 10.50 સુધી એક નાનકડો બ્લોક લેવામાં આવવાનો છે. આ પાવર બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.
આ પણ વાંચો: મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ પાવર બ્લોક, જાણો લોકલ ટ્રેન પર શું થશે અસર
બોઈસર યાર્ડમાં પાવર બ્લોકને કારણે ચર્ચગેટથી સવારે 7.42ની દહાણુ રોડ ટ્રેન પાલઘર અને દહાણુ રોડ દરમિયાન ટ્રેનને આંશિક રીતે રદ રહેશે. તેમ જ સવારે 9.39 વાગ્યે દહાણુ રોડથી રવાના થનારી ચર્ચગેટ લોકલને પણ દહાણુ રોડ અને પાલઘર દરમિયાન ટ્રેનને આંશિક રીતે રદ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બરમાં બ્લોક
રેલવે લાઇનમાં ટ્રેક, સિગ્નલ અને ઓવર હેડ વાયર સાથે બીજાં ઉપકરણોની જાળવણી અને સમારકામ કરવા માટે પશ્ચિમ રેલવેના માહિમ અને અંધેરી વચ્ચે સાત એપ્રિલે સવારે અગિયારથી ચાર દરમિયાન પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધર્યો છે. બ્લોકના પાંચ કલાક દરમિયાન સીએસએમટી-બાંદ્રા અને સીએસએમટી-ગોરેગામ આ હાર્બર લાઇન પરની ટ્રેન સેવાને બંધ રાખવામાં આવી છે, જેને લીધે પશ્ચિમ રેલવે પ્રશાસને પણ ચર્ચગેટથી ગોરેગામ દરમિયાનની અનેક સ્લો લોકલ ટ્રેનોની સેવાને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.