આમચી મુંબઈ
બ્લોકની બબાલ:

રવિવારે રેલવે પ્રશાસન દ્વારા ઓવરહેડ વાયર સહિતના ઉપકરણો અને ટ્રેકના સમારકામ અને જાળવણી માટે બ્લોક રાખવામાં આવતો હોય છે અને આ રવિવારે પણ મધ્ય રેલવેમાં બ્લોક રખાયો હતો. જેને પગલે પ્રવાસીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. બ્લોકના કારણે કુર્લા સ્ટેશન પર પ્રવાસીઓની અતિશય ભીડ જામી હતી, જે તસવીરમાં જોઇ શકાય છે. (અમય ખરાડે)