આમચી મુંબઈ

થાણે જિલ્લામાં ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા

થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન પૂર્વે જ ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે ભાજપના બે મહિલા ઉમેદવાર રેખા ચૌધરી અને આશાવરી કેદાર નવારે અનુક્રમે વોર્ડ નંબર 18 (કચોર) અને વોર્ડ નંબર 26 (એ) માંથી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ વોર્ડ સાવરકર રોડ વિસ્તારમાં સમાવિષ્ટ છે.

આપણ વાચો: મુંબઈ સિવાયની એમએમઆરની બધી જ મનપામાં ભાજપ-શિવસેના અલગ અલગ લડશે

બિનહરીફ જીતએ વિશ્વાસનો સંદેશ

આ અંગે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે આ જીતને લોકો તરફથી મળેલું સન્માન ગણાવ્યું હતું. તેમજ આ કચોરમાં 10 વર્ષ સુધી લોકોના પ્રશ્નોનું સમાધાન કર્યું છે તેનું ઈનામ છે. લોકો પણ સાચા નેતાને ઓળખે છે અને તેમનું સન્માન કરે છે. આશાવરી કેદાર નવારેને આરએસએસ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે.

તેમજ આ વિસ્તાર માટે નવો ચહેરો છે. તેમજ બિનહરીફ જીતની જાણ કરવા પ્રમુખે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વીડિયો કોલ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, જીત એ જીત હોય છે પરંતુ બિનહરીફ જીતએ વિશ્વાસનો સંદેશ છે. જેણે કલ્યાણ-ડોંબિવલીના વિકાસ માટે નવી ઉર્જા આપી છે.

મહારાષ્ટ્રમાં કલ્યાણ-ડોંબિવલી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરી 2026 એ યોજાવાની છે અને મત ગણતરી બીજા દિવસે કરવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button