આમચી મુંબઈ
BMCના તમામ વોર્ડના પરિણામ થયા જાહેર, રાજ ઠાકરેની MNS ઓવૈસીના AIMIMથી પણ રહી પાછળ

મુંબઈઃ BMCના 227 વોર્ડના ચૂંટણી પરિણામ જાહેર થઈ ચુક્યા છે. ભાજપે આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે મહાયુતિ ગઠબંધન (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના)એ સ્પષ્ટ બહુમતી મેળવી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ઓવૈસીની પાર્ટીથી પણ પાછળ રહી હતી.
| ક્રમ | રાજકીય પક્ષ | જીતેલી બેઠકો (વોર્ડ) |
| ૧ | ભારતીય જનતા પાર્ટી (BJP) | ૮૯ |
| ૨ | શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે – UBT) | ૬૫ |
| ૩ | શિવસેના (એકનાથ શિંદે જૂથ) | ૨૯ |
| ૪ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) | ૨૪ |
| ૫ | ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) | ૦૮ |
| ૬ | મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) | ૦૬ |
| ૭ | રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર) | ૦૩ |
| ૮ | સમાજવાદી પાર્ટી (SP) | ૦૨ |
| ૯ | એનસીપી (શરદચંદ્ર પવાર – NCP-SP) | ૦૧ |
| કુલ | કુલ બેઠકો | ૨૨૭ |
રાજ ઠાકરેની MNS 29માંથી 22 પાલિકામાં એક પણ બેઠક મળી નથી. મુંબઈમાં તેમનો પક્ષ બે આંકડામાં પણ પહોંચી શક્યો નથી. શિવસેના (યુબીટી) અને ઉદ્ધવ ઠાકરે સાથેનું ગઠબંધન રાજ ઠાકરેને કોઈ મદદ કરી શક્યું નથી. એક સમયે શહેરી મતદારો પર રાજ ઠાકરેનો પ્રભાવ હતો પરંતુ હવે ઠાકરે બંધુઓનો જાદુ ઓસરી રહ્યો હોય તેમ લાગે છે.
બીજી તરફ અસાઉદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMનો મહારાષ્ટ્રમાં પ્રભાવ વધી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારોમાં ઓવૈસીના પક્ષનો પુષ્કળ મત મળ્યાં હતા.



