મુંબઈમાં ભાજપની જીત નિશ્ચિત, નિશિકાંત દુબેએ કહ્યું મુંબઈ આવીને ઠાકરે બંધુઓને મળીશ…

નવી દિલ્હી: મુંબઈ મહાનગર પાલિકામાં ભાજપની જીત નિશ્ચિત છે. જેની બાદ ભાજપે મતદારોનો આભાર માન્યો છે. તેમજ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ઠાકરે બંધુઓ પર પ્રહાર કર્યો છે. તેમણે બીએમસીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને એમએનસી હાર પર કટાક્ષ કર્યો છે. તેમજ એકસ પર લખ્યું છે કે, મુંબઈ આવ્યા બાદ હું ઉદ્ધવ ઠાકરેજી અને રાજ ઠાકરેજીને મળીશ.
મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાને લઈને ઉગ્ર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું
આ અંગે સમગ્ર ઘટનાક્રમ સમજીએ તો, ગત વર્ષે જુલાઈમાં, નિશિકાંત દુબે અને રાજ ઠાકરે વચ્ચે મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાને લઈને ઉગ્ર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. રાજ ઠાકરેએ ધમકી આપી હતી કે જો નિશિકાંત દુબે મુંબઈ આવશે તો તેને દરિયામાં ડૂબાડી દેશે. નિશિકાંત દુબેએ આજે આનો જવાબ આપ્યો છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં મનસેના સૂપડા સાફઃ 22 શહેરમાં ખાતા ખૂલ્યા નહીં…
નિશિકાંત દુબેએ ઉત્તર ભારતીયો પરના હુમલાઓનો વિરોધ કર્યો હતો
આ ઉપરાંત ગત વર્ષે મુંબઈમાં ઉત્તર ભારતીયો પર હુમલા વધી રહ્યા હતા. ભાજપના અનેક નેતાઓએ મહારાષ્ટ્રના રાજકારણ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો પણ સમાવેશ થાય છે. નિશિકાંત દુબેએ ઉત્તર ભારતીયો પરના હુમલાઓનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો તમારામાં હિંમત હોય તો ઉર્દૂ કે દક્ષિણ ભારતીય ભાષાઓ બોલનારાઓને માર મારી જુઓ. જો તમે યુપી કે બિહાર આવશો તો અમે તમને માર મારીને મારી નાખીશું.
રાજ ઠાકરેને પડકાર ફેંક્યો હતો
તેની બાદ તેમણે રાજ ઠાકરેને પડકાર ફેંક્યો હતો. આનો જવાબ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, “હું દુબેને કહું છું કે, મુંબઈ આવો. અમે તમને દરિયામાં ડૂબાડી દઈશું.
ઠાકરે બંધુઓની હાર પર કટાક્ષ
જોકે, તેની બાદ આજે મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતીની નજીક છે. ત્યારે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે તેમણે ઠાકરે બંધુઓની હાર પર કટાક્ષ કર્યો છે.



