અમે 51 ટકા મતો માટે તૈયાર, ઠાકરેબંધુઓના જોડાણ પર ભાજપનો જવાબ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અમે 51 ટકા મતો માટે તૈયાર, ઠાકરેબંધુઓના જોડાણ પર ભાજપનો જવાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
તમામ રાજકીય પક્ષો રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર નજર રાખી રહ્યા છે અને રણનીતિ પણ બનાવવાનું શરૂ કરી દીધું છે.

ભાજપે કોઈપણ રીતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર કબજો મેળવવાની તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે શિવસેના ઠાકરે જૂથે બીએમસીમાં કબજો મેળવવા ઠાકરેબંધુઓ સાથે આવે એવા ચાલી રહેલી પ્રયાસો પર જવાબ આપતાં ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભ્યોની બેઠક યોજી…

આ બધા વચ્ચે મનસેના વડા રાજ ઠાકરેએ સોમવારે મુંબઈમાં પદાધિકારીઓની બેઠક બોલાવી હતી અને આગામી ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે શિવસેના-મનસે કાર્યકરોને તેમની ઈર્ષ્યા અને દ્વેષભાવના ભૂલી જવા અને વિવાદ ન કરવાની સલાહ પણ આપી છે. હવે, રાજ ઠાકરેના ભાષણ પછી, ભાજપે પ્રતિક્રિયા આપી છે અને ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું છે કે અમે 51 ટકા મતદાન માટે તૈયારી કરી લીધી છે.

ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ 51 ટકા મતદાન માટે તૈયારી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ અમને 51.78 ટકા મત મળ્યા હતા. મને ખબર નથી કે રાજ ઠાકરે અને તેમના સાથી પક્ષોએ શું તૈયારીઓ કરી છે, પરંતુ અમે તૈયાર છીએ.
ભાજપના નેતા અને રાજ્યના પ્રધાન બાવનકુળેએ એવો દ્રઢ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે કોઈપણ આવીને લડે તો પણ મહાયુતિને 51 ટકા મતો મળશે.

આપણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરદ પવારની એનસીપી પાસે ગઠબંધન માટે અજિત પવારનો વિકલ્પ?

આ વખતે કોંગ્રેસ કે શરદ પવાર અને ઠાકરેની પાર્ટીને એક પણ બેઠક નહીં મળે. કારણ કે લોકોએ સ્વીકાર્યું છે કે નરેન્દ્ર મોદી દેશને સમૃદ્ધ બનાવી રહ્યા છે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે. તેથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકો વિકાસ સાથે જશે.

બાવનકુળેએ ઠાકરે ભાઈઓની યુતિ અંગેના સવાલનો પણ જવાબ આપ્યો હતો કે જે લોકો ચૂંટણી લડવા માટે તૈયાર નથી તેઓ આવા નિવેદનો આપે છે. કાલે ચૂંટણી હોય તો પણ અમે તૈયાર છીએ. મહારાષ્ટ્રમાં 1 કરોડ 51 લાખ સભ્યો ધરાવતા ભાજપ, અજિત પવાર અને એકનાથ શિંદે સાથે તૈયાર છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button