ભાજપે કોંગ્રેસનું પુસ્તક રિલીઝ કર્યું અને ટીકા રાઉતને કરવી પડી, શું કહ્યું?
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ‘કૉંગ્રેસ નહીં હોતી તો ક્યાં હોતા’ નામનું એક પુસ્તક રિલીઝ કર્યું હતું. આ પુસ્તકમાં ભાજપ દ્વારા કૉંગ્રેસ પર જોરદાર ટીકા કરવામાં આવી હતી. ભાજપના આ પુસ્તકને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કૉંગ્રેસના વખાણ કરવાની સાથે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરી હતી.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કૉંગ્રેસના વખાણ કરતાં કહ્યું હતું કે જો કૉંગ્રેસ ન હોત તો દેશને મજબૂત નેતૃત્વ મળ્યું ન હોત. સંજય રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ નહીં હોત તો દેશને આઝાદી ન મળત, કૉંગ્રેસના નહીં હોત તો દેશને નેતૃત્વ ન મળત, કૉંગ્રેસના ન હોત તો આ દેશ અખંડ નહીં બનત. આવી અનેક બાબત છે પણ તે ભાજપને નહીં સમજાશે.
ભાજપ પર નિશાન સાધતાં રાઉતે કહ્યું હતું કે ભાજપ વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો વિચાર કરે છે. જો ભાજપ ન હોત તો દેશમાં રમખાણો થયા ના હોત, દેશનો રૂપિયો મજબૂત રહેવાની સાથે દેશ પર જે લોન છે તે પણ ઓછું હોત.
દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, પણ મહારાષ્ટ્રમાં મહાયુતિ ( એકનાથ શિંદે જૂથ, ભારતીય જાનતા પાર્ટી, એનસીપી અજિત પવાર જૂથ) અને મહાવિકાસ આઘાડી (ઉદ્ધવ ઠાકરે જૂથ, કૉંગ્રેસ અને શરદ પવાર જૂથ) વચ્ચે સીટની વહેંચણી માટેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી.