આમચી મુંબઈ

ભાજપને હવે શિંદેની જરૂર નથી: એનસીપી (એસપી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે થયેલા હાઈ ડ્રામા પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપને હવે શિંદેની કોઈ જરૂર નથી એવો દાવો કરતાં એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ બુધવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રધાનો વચ્ચે થયેલી વાતના અહેવાલો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ફડણવીસને શિંદે માટે કોઈ માન નથી અને બીજી તરફ શિવસેનાના પ્રધાનો પણ નાયબ મુખ્ય પ્રધાનનું માન જાળવી રહ્યા નથી.

જો એકનાથ શિંદેનું કોઈ આત્મસન્માન બચ્યું હોય, તો તેમણે ભાજપ સાથેનું જોડાણ તત્કાળ છોડી દેવું જોઈએ. જો તેઓ યોગ્ય સમયે બહાર નહીં નીકળે, તો તેમને ટૂંક સમયમાં જ દરવાજો બતાવી દેવામાં આવશે,’ એમ ક્રાસ્ટોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું.

આપણ વાચો: મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો વળાંક,

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળ ભાજપ, શિવસેના અને એનસીપી મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધનના ઘટકપક્ષો છે. ક્રાસ્ટોએ દાવો કર્યો હતો કે ભાજપે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે તેમને ‘હવે શિંદેની જરૂર નથી.’

મંગળવારે શિંદે સિવાય શિવસેનાના પ્રધાનોએ સાપ્તાહિક કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી, કારણ કે ભાજપ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં તેમના પક્ષના નેતાઓ અને કાર્યકરોને સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મહાયુતિમાં અશાંતિ વધુ તીવ્ર બની હતી.

શિંદેના નેતૃત્વમાં ફડણવીસ અને સેનાના પ્રધાનો વચ્ચેની બેઠકમાં બાદમાં સમાધાન થયું. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે મહાયુતિના સાથી પક્ષોએ એકબીજાના નેતાઓને સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ તે નક્કી કરવામાં આવ્યું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button