આમચી મુંબઈ

ભાજપ લઘુમતી મોરચાએ પડળકરના નિવેદનની નિંદા કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ પાર્ટીના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના નિવેદનની નિંદા કરી, જેમાં તેમણે ધાર્મિક પરિવર્તનમાં સામેલ ખ્રિસ્તી મિશનરીની હત્યા કરનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હોવાના અહેવાલ છે.

મુંબઈ ભાજપ લઘુમતી મોરચાના મહાસચિવ અગ્નેલો ફર્નાન્ડિસે આ નિવેદનને અત્યંત બેજવાબદાર, જોખમી ગણાવ્યું હતું અને એવી સ્પષ્ટતા કરી હતી કે પડળકરે કરેલી ટિપ્પણી તેમના અંગત વિચારો છે અને તે પક્ષના સત્તાવાર વલણને પ્રતિબિંબિત કરતા નથી.

ભાજપના લઘુમતી મોરચાએ જણાવ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ઔપચારિક રીતે પત્ર લખીને આ બાબતે હસ્તક્ષેપ અને યોગ્ય કાર્યવાહીની માગણી કરી છે.‘અમે પડળકરના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે અલગ કરીએ છીએ. હું પોતે એક ખ્રિસ્તી અને લઘુમતી મોરચાના પ્રતિનિધિ તરીકે, ખાતરીપૂર્વક કહી શકું છું કે ભારતમાં ખ્રિસ્તી સમુદાય બળજબરીથી ધર્મ પરિવર્તનને સમર્થન આપતો નથી.

જ્યારે અમે સ્વીકારીએ છીએ કે કેટલીક વ્યક્તિઓ અથવા નાના જૂથો વ્યક્તિગત લાભ માટે આવું કાર્ય કરી રહ્યા હોઈ શકે છે, ત્યારે સમગ્ર સમુદાયને એક જ રંગથી રંગવો અન્યાયી અને જોખમી બંને છે,’ એમ ફર્નાન્ડીઝે કહ્યું હતું. જેમણે પડળકરને ખ્રિસ્તી સમુદાય સાથે જોડાવા અને તેમના મૂલ્યો અને યોગદાનને વધુ સારી રીતે સમજવા કહ્યું હતું.

હું પડળકરને વ્યક્તિગત રીતે મળવાનો ઇરાદો રાખું છું જેથી સમુદાયની ચિંતાઓ વ્યક્ત કરી શકાય અને આવા નિવેદનો આપણા રાષ્ટ્રના સામાજિક માળખાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે જણાવી શકાય,’ એમ ફર્નાન્ડીસે ઉમેર્યું હતું. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ, જોજો થોમસે જણાવ્યું હતું કે પડળકરના દ્વેષપૂર્ણ ભાષણ સામે કાનૂની પગલાં લેવામાં સરકારની નિષ્ક્રિયતાને કારણે રાજ્યમાં વ્યાપક અસંતોષ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button