આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

હવે Narayan Rane અને Piyush Goyal સહિતના આ નેતાઓએ લડવી પડશે લોકસભાની ચૂંટણી

મુંબઈઃ કેન્દ્રમાં રાજ્યસભા (Rajyasabha) અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદમાં ઘણા નેતાઓને પક્ષ દ્વારા સભ્યવદ મળી જતું હોય છે અને પ્રધાનપદ પણ મળતું હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણી લડવી અને જનતાની કસોટી પર ખરા ઉતરવું અઘરું છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાના ઉમેદવારોની ભાજપે જાહેર કરેલી યાદી જોતા લાગે છે કે અમુક નેતાઓએ હવે લોકસભા (Loksabha)ની ચૂંટણી લડવી પડશે. જ્યારે બીજું બાજુ એક દિવસ પહેલા જ ભાજપમાં પ્રવેશેલા અશોક ચવ્હાણ (Ashok Chavhan)ને રાજ્યસભાની ઉમેદવારી મળી ગઈ છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેશના 15 રાજ્યોની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને 29 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં છ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા (Rajyasabha) ચૂંટણી માટે તેના ક્વોટામાંથી ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ નામોમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે, પીયૂષ ગોયલનો સમાવેશ થતો નથી. આ સાથે જેમના નામો ચર્ચાતા હતા તે વિનોદ તાવડે, પંકજા મુંડેને પણ ઉમેદવારી આપવામાં આવી નથી. જેના કારણે ભાજપ કોંકણમાંથી નારાયણ રાણેને લોકસભાના મેદાનમાં ઉતારશે તેમ જણાઈ રહ્યું છે. પ્રકાશ જાવડેકરને કોઈ ઉમેદવારી આપવામાં આવશે નહીં અને તેમને પાર્ટી સંગઠનમાં પરત મોકલવાની શક્યતા છે. થોડા સમયથી એવી ચર્ચા હતી કે ભાજપે અમુક રાજ્યસભાના સભ્યો માટે રાજ્યસભાના દરવાજા બંધ કરી દીધા છે. તેથી પીયૂષ ગોયલ, પ્રકાશ જાવડેકર, નારાયણ રાણે, ભાગવત કરાડ, વિનય સહસ્ત્રબુદ્ધેમાંથી હવે ઘણાને લોકસભાની ટિકિટ મળશે. રાજ્યમાંથી વિનોદ તાવડે, પંકજા મુંડે અને વિજયા રહાટકરને ઉમેદવારી બનાવવામાં આવશે તેવી ચર્ચા હતી. પરંતુ આ ત્રણમાંથી કોઈનું નામ યાદીમાં આવ્યું નથી.

હવે પીયૂષ ગોયલની વાત કરીએ તો તેઓ મુંબઈથી ચૂંટણી લડશે. તેમની માટે ઉત્તર મુંબઈની બેઠક પસંદ કરવામાં આવે તો વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને ટિકિટ ન મળે તેવી શક્યતા છે. જોકે ભાજપના મહારાષ્ટ્રના સત્તાના ભાગીદાર એકનાથ શિંદેની શિવસેના જૂથે કૉંગ્રેસમાંથી આવેલા મિલિન્દ દેવરાને રાજ્યસભાની ઉમેદવારી આપતા ગોયલને દક્ષિણ મુંબઈની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનું કહેવામાં આવે તેમ પણ બને. અગાઉ અહેવાલો વહેતા થયા હતા કે ગોયલ દક્ષિણ મુંબઈથી ચૂંટણી લડશે.

હવે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા ત્યારબાદ જ્યારે ઉમેદવારોની યાદી બહાર આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”