આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પતી ગઈ અને પરિણામો પણ જાહેર થઇ ગયા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ‘શાનદાર’ જીત પાછળની વાતો ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા છ મહિનાથી વિદર્ભમાં ભાજપની જીત માટે કામ કરી રહ્યા હતા. પાર્ટી સંગઠન દ્વારા તેમને ચોક્કસ કાર્ય માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે જે વાત કહી તે મુજબ, ભાજપની મહાન જીત કોઈ સંયોગ નથી પરંતુ સુનિયોજિત આયોજનનું પરિણામ છે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો : પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય Chandrachud એ શિવસેનાના આક્ષેપનો આપ્યો જવાબ, કહ્યું શું એક પાર્ટી ..

40 નેતાની મહત્ત્વની ભૂમિકા

મધ્યપ્રદેશ ભાજપમાં વરિષ્ઠ પદ પર કામ કરી રહેલા ભાજપના આ વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ કુલ ૮ સર્વે કરાવ્યા હતા. દરેક સર્વેના વિવિધ પાસાઓને જોડીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત દરેક વિધાનસભા મતવિસ્તારમાં ખાસ લોકોને ખાસ જવાબદારીઓ આપી અને જ્ઞાતિ, સામાજિક અને વર્ગ પ્રમાણે સમીકરણો ગોઠવીને જીતની રણનીતિ ઘડવામાં આવી હતી. આ વ્યૂહરચના અમલમાં મૂકવા માટે ચૂંટણી વ્યૂહરચનાના જાણકાર લગભગ ૪૦ નેતાઓને ૮૦ નબળા વિધાનસભા મતવિસ્તારોમાં જીતની જવાબદારી સોંપવામાં આવી હતી.

80 નબળી બેઠકને ટાર્ગેટ કરી

બેઠક જેટલી અઘરી હતી તેટલા મોટા નેતાને જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિધાનસભા બેઠકોના સર્વે રિપોર્ટના આધારે ઓળખાયેલી નબળી બેઠકો પર માઇક્રો મેનેજમેન્ટની વિશેષ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. જૂન મહિનાના પ્રારંભિક સર્વેક્ષણમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની લગભગ ૮૦ નબળી બેઠકમાંથી દરેક બૂથ પર પાર્ટીની જીત માટે ૧૦૦ વધારાના મત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને આ વ્યૂહરચનાનો અમલ કરવા માટે ભાજપના મજબૂત કાર્યકરોને કામગીરી સોંપવામાં આવી હતી.

મુંબઈમાં બે નેતાનું મજબૂત નેતૃત્વ

મહા વિજયની વ્યૂહરચનાના ભાગરૂપે મહારાષ્ટ્રના પ્રભારી ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રમાં પ્રધાન છે, પરંતુ તેઓ જૂનના છેલ્લા અઠવાડિયાથી મુંબઈમાં રહેતા હતા. તેમની સાથે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ સહ-પ્રભારી તરીકે સતત મહારાષ્ટ્રમાં રહ્યા. ભાજપે આ બંને નેતાઓના નેતૃત્વમાં જ બૂથ મેનેજમેન્ટથી લઈને દરેક કામકાજમાં સફળતા હાંસલ કરવાની રણનીતિ અમલમાં મૂકી હતી.

વિદર્ભમાં કોની મહત્ત્વની ભૂમિકા?

વિદર્ભમાં મહાયુતિની જીતમાં મધ્યપ્રદેશના નેતાઓ મુખ્ય પ્રધાન મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ પટેલ, નરોત્તમ મિશ્રા, કૈલાશ વિજયવર્ગીય અને વિશ્વાસ સારંગે મોટી ભૂમિકા ભજવી હતી, જ્યારે પાલઘર જિલ્લામાં વિનોદ તાવડે અને સીઆર પાટીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. અનેક નેતાઓની સાથે સાંસદ રાજેન્દ્ર ગેહલોત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરી સહિત રાજસ્થાનના નેતાઓ, લગભગ ૧૦ વિધાનસભ્યો અને પાર્ટીના ૫૦૦ કાર્યકર સાથે તૈનાત હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની પણ મુલાકાત યોજાઈ હતી.

આ પણ વાંચો : EVM સાથે ચેડાંઃ ‘મનસે’ના ઉમેદવારને 2 નહીં, 53 મત મળ્યા હોવાની સ્પષ્ટતા

નવી મુંબઈમાં કોને સોંપી હતી જવાબદારી?

ઉત્તરાખંડના નેતાઓને નવી મુંબઈમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, મહારાષ્ટ્રમાં ચૂંટણી નહીં લડતા લગભગ ૫૦ મરાઠા નેતાઓ, ૧૨૫ ઓબીસી નેતાઓ અને ૧૫૦થી વધુ દલિત અને આદિવાસી નેતાઓની એક ટીમ બનાવીને તેમને વિધાનસભા મતવિસ્તારના ચોક્કસ વર્ગો વચ્ચે જીતવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વાતોમાં કેટલું સત્ય છે અથવા આ વાતો ઈવીએમ સેટિંગના આરોપોને નબળા પાડવાનો પ્રયાસ છે કે કેમ, પરંતુ જે વાતો બહાર આવી રહી છે તે વિશ્વસનીય હોવાનું કહી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button