ભાજપ પાવર જેહાદ કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે
પુણે: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પર સરકારમાં રહેવા માટે રાજકીય પક્ષોમાં ભંગાણ પાડીને ‘પાવર જેહાદ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવેલી ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના વડા તરીકેનો ઉલ્લેખ કરનારી ટિપ્પણીનો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને અહમદ શાહ અબ્દાલીના ‘રાજકીય વંશજ’ ગણાવ્યા હતા. અહમદશાહ અબ્દાલી વાસ્તવમાં એક અફઘાન શાસક હતા જેમણે પાણીપતના યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા હતા.
આ પણ વાંચો: ‘કાં તો તમે રહેશો અથવા હું રહીશ’, ઉદ્ધવ ઠાકરેએ કોને આપી આવી ધમકી
અહમદ શાહ અબ્દાલી પણ એક શાહ હતો અને આ પણ શાહ છે. જેઓ નવાઝ શરીફ સાથે કેક ખાય છે તેઓ અમને હિન્દુત્વ વિશે શીખવશે, એવી ટીકા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.
ઠાકરેએ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં ભંગાણનો સંદર્ભ આપતાં પક્ષોમાં વિભાજન કરવાનો આરોપ લગાવતા ભાજપની ટીકા કરી.
તેમણે પુણેમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, જો અમારું હિન્દુત્વ સમજાવ્યા પછી મુસ્લિમો અમારી સાથે છે, તો અમે (ભાજપના મતે) ઔરંગઝેબ ફેન ક્લબ છીએ. તો પછી તમે જે કરી રહ્યા છો તે પાવર જેહાદ છે.
આ પણ વાંચો: Assembly Election પૂર્વે ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી માટે શું બોલી ગયા, તો સમર્થન…
ઠાકરેએ એકનાથ શિંદેની સરકારની પણ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની નિંદા કરી અને તેના પર મતદારોને ‘રેવડી’ (મફતમાં)ની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો.
21 જુલાઈના રોજ એક ભાષણ દરમિયાન અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના નેતા ગણાવ્યા હતા. શાહે એમ પણ કહ્યું હતું કે ઠાકરે એવા લોકો સાથે બેઠા હતા કે જેમણે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણ માટે માફીની અરજી કરી હતી.