આમચી મુંબઈ

મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ

ભાજપ ૩૨ બેઠક પરથી ચૂંટણી લડશે ક શિંદે જૂથે ૧૦ અને અજિત પવાર જૂથે છ બેઠકથી સમાધાન કરવું પડશે

મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત ક્યારે થશે તેની દેશમાં ઉત્સુકતા વધી ગઇ છે. રાજ્યમાં પણ ચૂંટણીના ઘણા પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ)ની સરકાર છે. લોકસભા ચૂંટણીમાં પણ મહાયુતિ ઝુકાવવાનું છે. આને કારણે છેલ્લા ઘણા સમયથી બેઠકની વહેંચણીની ફોર્મ્યુલા ઘડાઇ રહી હતી. હવે નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ સૌથી વધુ ૩૨ બેઠક પરથી ભાજપ લડશે, એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી.

રાજ્યમાં ભાજપ ૩૨ બેઠક પરથી ઉમેદવાર ઊભા કરશે. અજિત પવાર જૂથને ૬, જ્યારે શિંદે જૂથને ૧૦ બેઠક પર જ સમાધાન કરવું પડશે. રાજ્યમાં અજિત પવાર જૂથને સાતારા, રાયગડ, માવળ, બારામતી, શિરુર અને ભંડારા ગોંદિયા મતદારસંઘ મળે એવી માહિતી સામે આવી છે.

લોકસભા માટે ભાજપ-એનસીપી-શિવસેના એવું સૂત્ર નક્કી થયું છે. ભાજપને સૌથી વધુ બેઠક મળે એમ હોઇ મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ એવું સ્પષ્ટ થઇ ગયું છે. મેરિટ અનુસાર અજિત પવાર અને એકનાથ શિંદેના ઉમેદવાર કેટલી બેઠક પરછી ચૂંટાઈને આવી શકે છે તેનો સર્વે હાથ ધરાઇ રહ્યો છે. આથી જ જે ઉમેદવાર ચૂંટાઈ આવે એવી શક્યતા હોય તેને જ ટિકિટ આપવી, એવું નક્કી થયું છે.

૨૦૧૯ની ચૂંટણી સમયે ભાજપ સાથે શિવસેના હતી તેને કારણે લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની યુતિ હતી. જોકે બંને પક્ષ વચ્ચે બેઠકની વહેંચણીને મુદ્દે ગજગ્રાહ જોવા મળ્યો હતો. ગત લોકસભામાં ભાજપને ૨૩ બેઠક મળી હતી. જોકે ગયા વખતની ચૂંટણીમાં મળેલી બેઠક કરતાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ખાતામાં વધુ ૯ બેઠક આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત