મારા ભાઈ અજિતને ભાજપે ફસાવ્યો: બારામતીમાં સુળેએ કહ્યું
મુંબઈ: શરદ પવારની એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ ભાઈ અજિત પવારના મહાયુતિમાં જોડાવા માટે થઇને મોટો દાવો કર્યો છે. સુપ્રિયાએ આરોપ લગાવ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કારણે એનસીપીનું વિભાજન થયું છે. સુપ્રિયાએ એવું પણ કહ્યું હતું કે ફડણવીસ અજિત પવાર પાસે ગયા હતા અને તેમને અમુક ફાઈલો દેખાડી હતી અને ત્યાર પછી અજિત પવાર મહાયુતિમાં જોડાઇ ગયા હતા.
Also read: મધ્ય રેલવેના 1306 પ્રવાસીઓની દિવાળી સુધરી
સુપ્રિયા સુળેએ સાંકેતિક ભાષામાં કહ્યું હતું કે ભય દેખાડીને અજિત પવારને મહાયુતિ જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અજિત પવાર જૂથના અનેક નેતાઓ જે શરદ પવારની એનસીપીમાં જોડાવા માગતા હતા, પણ પાર્ટી તેઓને છેતરવા નથી માગતી, જેમણે અમારા ખરાબ સમયમાં પણ સાથ આપ્યો હતો.
Also read: 288માંથી 29 બેઠક પર ગઠબંધનોના સાથીઓ સામસામે
જોકે એનસીપીના વિભાજન બાદ ખરેખર તો શરદ પવાર જૂથને લોકસભા ચૂંટણીમાં ફાયદો જ થયો હતો. આ અંગે સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાને એવું જણાઇ રહ્યું છે કે રાજનૈતિક પાર્ટીઓને ખોટી રીતે તોડવામાં આવી છે અને એ બધી પાર્ટીઓને જનતાને માથે ઠોકી બેસાડવામાં આવી છે.