મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ, બજેટની ભંડોળ ફાળવણીમાં જાણો કયો પક્ષ નબર વન, ટુ અને થ્રી?

મુંબઈ: મહાયુતિ સરકારમાં મોટા ભાઈ એવો ભાજપ જાયન્ટ હોવાનું સોમવારે જાહેર થયેલા બજેટમાં ફરી એક વાર સિદ્ધ થઇ ગયું છે. મહાયુતિમાં વિધાનસભ્યોના આંકડા અનુસાર બીજો ક્રમાંક ધરાવતી શિવસેના બજેટમાં જોગવાઈઓના આંકડાને જોતાં ત્રીજા ક્રમાંક પર ફેંકાઈ ગઇ છે.
નાણાપ્રધાનપદ સહિત નાયબ મુખ્ય પ્રધાનપદ સંભાળતા અજિત પવારની એનસીપી બીજા સ્થાને છે. એનસીપીના પ્રધાનોનાં ખાતાંને મળેલું ભંડોળ વધુ છે. આ બાબતમાં શિવસેના ત્રીજા સ્થાને છે.
Also read : Good News: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે મિસિંગ લિંકનું ઓગસ્ટ સુધી થશે પૂરું…
અજિત પવારે મહાયુતિ સરકાર 2.0નું પહેલું બજેટ રજૂ કર્યું. અજિત પવારે 11મી વાર બજેટ રજૂ કર્યું હતું. આમાં કોઇ પણ મોટી જાહેરાત નહોતી. આને કારણે કયા ખાતાને કેટલું ભંડોળ મળશે તેના તરફ બધાની મીટ મંડાયેલી હતી. મહાયુતિમાં ભાજપના 132, શિવસેના 57 અને એનસીપીના 41 વિધાનસભ્યો છે. આને કારણે વિધાનસભ્યોના આંકડાને જોતાં એનસીપી ત્રીજા સ્થાને છે, પણ એનસીપીના પ્રધાનોનાં ખાતાંને મળેલું ભંડોળ શિવસેનાના પ્રધાનોનાં ખાતાંને મળેલા ભંડોળ કરતાં 14,957 કરોડ રૂપિયા વધુ છે. ત્રણ પક્ષોનો વિચાર કરીએ તો સૌથી ઓછું ભંડોળ શિવસેનાના વિધાનસભ્યોનાં ખાતાંને મળ્યું છે.
રાજ્યના પ્રધાનમંડળમાં સૌથી વધુ સભ્ય ભાજપના છે. આને કારણે તેઓને સૌથી વધુ ભંડોળ મળવાનું હતું એ સ્પષ્ટ હતું. ભાજપના પ્રધાનોનાં ખાતાંને 89,128 કરોડ ભંડોળ મળ્યું છે. અજિત પવારની એનસીપીના પ્રધાનોનાં ખાતાંને મળેલું ભંડોળ 56,563 કરોડ રૂપિયા છે, જ્યારે શિવસેનાના પ્રધાનોનાં ખાતાંને 41,606 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે. આમ વિધાનસભ્યોના આંકડા વધુ હોવા છતાં શિવસેનાને ભંડોળની બાબતમાં ત્રીજા ક્રમે ધકેલવામાં આવી હતી