આમચી મુંબઈ

લોકો સુધી પહોંચ, વિકાસના દ્રષ્ટિકોણથી ભાજપને સ્થાનિક ચૂંટણી જીતવામાં મદદ મળી: ચવ્હાણ

થાણે: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભગવા પક્ષની લોકો સુધી પહોંચ અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણથી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં વિજયી બનવામાં મદદ મળી.

કલ્યાણ શહેરમાં એક પાર્ટીની બેઠકને સંબોધતા ચવ્હાણે કહ્યું હતું કે, ‘ચૂંટણીની જાહેરાત થયા પછી, ભાજપના કાર્યકરો ઘરે ઘરે ગયા, નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી. તેમણે લોકોનો વિશ્ર્વાસ મેળવ્યો અને આ સમર્પણના પરિણામે નિર્ણાયક વિજય થયો છે.’

આપણ વાચો: ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી

લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિકાસલક્ષી દ્રષ્ટિકોણને સમર્થન આપ્યું, જેના કારણે આ વિજય શક્ય બન્યો, એમ તેમણે કહ્યું હતું.

થાણેમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં કાર્યકર્તા સંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ જિલ્લા સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો હતો.

રાજ્ય ભાજપ વડાએ પદાધિકારીઓ, કાર્યકરો અને મહિલા પાંખના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે પાર્ટીએ 236 બેઠકોમાંથી 134 બેઠકો પર ચૂંટણી લડી હતી તે સ્થાનિક સ્તરે દર્શાવેલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આપણ વાચો: ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણ ભાજપના મહારાષ્ટ્ર એકમના નવા પ્રમુખ…

ચવ્હાણે કહ્યું હતું કે પાર્ટી મહારાષ્ટ્રમાં 51 ટકા જનસમર્થન મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે. ‘આ માટે, દરેક નાગરિક સાથે સીધા સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ભાજપ એક મજબૂત સંગઠન છે જે પાયાના સ્તરે કામ કરે છે અને એકવાર જવાબદારી સોંપાઈ જાય પછી, અમારા કાર્યકરો તેને સંપૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરે છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકરોએ સરકારી યોજનાઓને અસરકારક રીતે લોકોના ઘરઆંગણે પહોંચાડી, જેનો મતદારો પર સકારાત્મક પ્રભાવ પડ્યો,

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button